Gujaratના શિક્ષકોને અપાઈ CPR Training, વધી રહેલા Heart Attackના કિસ્સાઓને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય!


  • Published By :
  • Published Date : 2023-12-03 16:31:13

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. યુવાનો હાર્ટ એટેકને કારણે મોત ભેટી રહ્યા છે તો વિદ્યાર્થીઓના મોત પણ હૃદય હુમલાને કારણે  થઈ રહ્યા છે. અનેક એવા કિસ્સાઓ આપણી સમક્ષ છે જેમાં પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થીઓના મોત થઈ જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી ગુજરાતના શિક્ષકોને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. બે લાખથી વધારે શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. 17 ડિસેમ્બરે પણ શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે.         

બાળકોને આવી રહ્યા છે હાર્ટ એટેક 

એક સમય હતો જ્યાં એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક મોટી ઉંમરના લોકોને આવે છે. પરંતુ કોરોના બાદ તો આ વાત ખોટી સાબિત થઈ રહી છે. યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં પણ આ કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. હજી સુધી અનેક એવા કિસ્સાઓ છે જેમાં વિદ્યાર્થીઓ મોતને ભેટી રહ્યા છે. બાળકોમાં વધી રહેલા હૃદયહુમલાને કારણે શિક્ષણ વિભાગ સતર્ક થઈ ગયું છે. 

શિક્ષકોને આપવામાં આવી સીપીઆરની ટ્રેનિંગ

એવું માનવામાં આવે છે કે જો તરત સારવાર મળી રહે તો જીવ બચી શકતો હોય છે. સીપીઆર આપતા જો આવડતું હોય તો અનેક વખત પ્રાથમિક સારવારથી જીવ બચાવાના ચાન્સીસ રહેતા હોય છે. ત્યારે શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. શિક્ષણ મંત્રીએ આ અંગેનો વીડિયો શેર કર્યો છે. તે ઉપરાંત બે લાખ જેટલા શિક્ષકોને આ સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવશે. મહત્વનું છે કે હવે બાળકોના જીવ બચાવવાની જવાબદારી શિક્ષકોને આપવામાં આવી રહી છે!      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે