ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે રાજ્યપાલની નિમણુંકથી વિવાદ વકર્યો, 9 ટ્રસ્ટીઓએ રાજીનામા આપ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 20:33:02

મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકે નિમણૂક ગઈ છે. જો કે આ નવી નિમણૂકના કારણે સ્થાપિત હિતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓમાં તેને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. 


ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓએ રાજીનામા આપ્યા


ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકે નિમણુંક થતા ટ્રસ્ટીઓમાં ચણભણ શરૂ થઈ ગઈ હતી. અંતે  9 ટ્રસ્ટીઓએ સરકારના આ નિર્ણયના વિરોધમાં રાજીનામા આપી દેતા વિવાદ વકર્યો છે. આ ટ્રસ્ટીઓમાં નરસીંહભાઇ હઠીલા, મંદાબેન પરીખ, નીતાબેન હાર્ડીકર, સુદર્શન અયંગર, ઉત્તમ પરમાર, માઇકલ મઝગાંવકર, અનામિકા શાહ, ચૈતન્ય ભટ્ટ, કપિલ શાહનો સમાવેશ થાય છે.



ટ્રસ્ટીઓએ સરકાર પર શું આરોપ લગાવ્યા?


ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની કુલપતિ તરીકે નિમણૂક થતાં ટ્રસ્ટીઓએ તેને બિનલોકતાંત્રિક પગલું ગણાવ્યું છે. ટ્રસ્ટીઓનો આક્ષેપ છે કે નિયમ અનુસાર નિમણુંક સર્વ સંમતીથી હોવો જોઇએ પરંતુ બહુમતીથી લેવામાં આવ્યો છે. ગુજરાત વિદ્યાપીઠમાંઅત્યાર સુધી કુલપતિ નિમણુંક સર્વસંમતીથી કરવામાં આવતી હતી.  વિદ્યાપીઠના ટ્રસ્ટના નિયમ અનુસાર નવા કુલપતીની પસંદગી નહી થવાના કારણે ટ્રસ્ટીઓમાં ભારે અસંતોષ હતો. ટ્રસ્ટીઓએ આરોપ લગાવ્યો કે સરકાર દ્વારા રાજકીય દબાણ હેઠળ, ડર અને લાલચથી યોગ્ય સંવાદ કર્યા વગર જ મુળ તત્વને અભેરાઈએ ચડાવીને નવા કુલપતિની નિમણુંક કરી દેવાઇ છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે