Gujarat Weather : રાજ્યમાં ઠંડીનો ચમકારો, અનેક શહેરોમાં તાપમાન ગગડ્યું, જાણો આગામી દિવસો માટે શું કરાઈ છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-01-23 10:06:27

જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી શું હોય તેનો અનુભવ જાણે રાજ્યમાં થઈ રહ્યો તેવું લાગે છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડા પવનને કારણે ઠંડીનો અહેસાસ વધારે થઈ રહ્યો છે. સાથે સાથે ધુમ્મસની ચાદર જાણે પથરાઈ હોય તેવું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આ વખતે નલિયા સૌથી વધારે ઠંડુગાર સાબિત થયું છે ત્યાંનું તાપમાન 10.4 ડિગ્રી નોંધાયું હતું. 

ગુજરાતમાં ઠંડીનું જોર વધશે, ઉત્તર ભારત શીતલહેરમાં ઠુંઠવાયું

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

દેશના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ પડી રહી છે તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડી રહ્યો છે જેને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક શહોરોનું તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જો શહેરોની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 13.8 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.0 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તે ઉપરાંત કંડલાનું તાપમાન 10.9 ડિગ્રી પર પહોંચ્યું હતું. સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું. આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન  વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસો દરમિયાન લઘુત્તમ તાપમાનમાં મહદ અંશે કોઇ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ તે બાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીઃ ગુજરાતમાં 7 ઓક્ટોબરથી ફરીથી સર્જાઈ  શકે છે વરસાદી માહોલ, 17 ઓક્ટોબરે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે ...


અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી!  

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે જે અનુસાર આગામી દિવસોમાં કમોસમી વરસાદ આવી શકે છે. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે અને તેને કારણે કમોસમી વરસાદના રાઉન્ડ માટે રાજ્યના અનેક ભાગોએ તૈયાર રહેવું પડશે.  24 થી 26 જાન્યુઆરી દરમિયાન કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે