મેઘરાજા ફરી થયા મહેરબાન, આ જિલ્લાઓમાં થઈ અમીવર્ષા, હવામાન વિભાગે કરી ખેડૂતોને ટાઢક આપતી આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-06 22:05:49

રાજ્યમાં ઓગસ્ટ મહિનો ઓગષ્ટ મહિનો કોરોધાકોર રહેતા ખેડૂતોની ચિંતા વધી છે. જુલાઇ મહિનામાં મન મુકીને વરસેલા મેઘરાજા ઓગસ્ટમાં એવા તો રિસાયા કે જાણે વરસવાનું જ ભૂલી ગયા. જો કે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે વરસાદ વરસશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબકી શકે છે. 


આગામી 5 દિવસ થશે મેઘ મહેર


રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આજે હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે. તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે હવામાન વિભાગના મતે કાલથી વરસાદનું જોર વધશે અને સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મૂશળધાર વરસાદ વરસશે.  તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જિલ્લા અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે. અમદાવાદમાં આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. 8 સપ્ટેમ્બરે અમદાવાદમાં વરસાદની આગાહી કરાઈ છે.   


આ જિલ્લાઓમાં વરસાદનું આગમન   


રાજ્યમાં લાંબા સમય બાદ ફરી ચોમાસું સક્રિય થયું છે. અરવલ્લી, વડોદરા, દાહોદ  અને મહીસાગર તેમજ દ્વારકાના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે, જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અરવલ્લી જિલ્લામાં એક માસના લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. આ મેઘ મહેરના કારણે મકાઈ,સોયાબીન,તુવેર સહિત મુર્જાતા પાકને જીવતદાન મળ્યું છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.ડભોઇ પંથકમાં પણ આગાહી મુજબ વરસાદી ઝાપટા પડ્યા છે. લાંબા વિરામ બાદ ડભોઇ પંથકમાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાઘોડિયામા બપોરે વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદની ચાતક નજરે વાટ જોતા ખેડૂતોને આંશિક રાહત મળી હતી. 


207 ડેમમાં હાલ  76 ટકા પાણી

 

રાજ્યના કુલ 207 ડેમમાં હાલ તો 76 ટકા પાણી છે. જ્યારે કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 84 ટકા પાણી છે. પરંતુ હવે વરસાદ ન પડવાથી મોટા ભાગના ડેમમાંથી પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. ખેડૂતોએ બજારમાંથી મોંઘા ભાવે બિયારણની ખરીદી કરી ખેતરમાં પાકની વાવણી કરી છે પરંતુ ડેમમાંથી પાણી ઘટતા હવે ખેડૂતોને અપાતા સિંચાઇના પાણીમાં પણ કાપ મુકવાની નોબત આવી છે. જેના કારણે સ્થિતિ વિકટ બનવાના એંધાણ છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.