Gujarat Weather - રાજ્યમાં આ વિસ્તારો માટે કરવામાં આવી આગાહી, આ વિસ્તારો માટે અપાયું એલર્ટ..


  • Published By :
  • Published Date : 2024-08-06 15:02:59

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.,



8 તારીખ દરમિયાન આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ 

રાજ્યમાં સિઝનનો 65 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં માટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ, યલો તેમજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે. ક્યાં કેટલો વરસાદ વરસશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે. સાતમી તારીખે અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય આઠમી તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



પાણી ભરાઈ જતા અનેક લોકો થયા પરેશાન

નવમી તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, નવસારી, વલસાડ. દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.