Gujarat Weather : આ તારીખથી થવા લાગશે કાળઝાળ ગરમીનો અહેસાસ! જાણો ગરમીને લઈ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-03-16 14:30:50

રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. બપોરના સમયે હમણાંથી જ આકરો તાપ પડી રહ્યો છે જેને કારણે લોકો ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે. વહેલી સવારે તેમજ રાત્રે થોડી ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ બપોરના સમયે આકરી ગરમી પડી રહી છે. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાન 30 ડિગ્રી ઉપર નોંધાયું છે. આવનાર સમયમાં ગરમીનો અનુભવ હજી પણ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી દિવસોમાં હવામાન સૂકુ રહેશે.


અનેક શહેરોનું તાપમાન પહોંચ્યું 35 ડિગ્રીને પાર 

હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે પરંતુ હમણાંથી જ ગરમીનો ભયંકર અનુભવ થઈ રહ્યો છે. તાપમાન હમણાંથી ઉંચકાઈ રહ્યું છે જેને કારણે લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે હમણાં આવી હાલત છે તો મે જૂનમાં શું થશે? રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે કારણ કે સવારે ઠંડી લાગે, ઠંડા ઠંડા પવન વહેંતા હોય છે અને બપોરે ચામડી બાળે તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તાર એવા છે જ્યાં 35 ડિગ્રી આસપાસ તાપમાન નોધાયું છે.  રાજકોટ તેમજ સુરેન્દ્રનગરનું તાપમાન 35.7 જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાયું છે. તે ઉપરાંત મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલીમાં 35.5, વડોદરામાં 34.8 જ્યારે ભાવનગરનું તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું છે. 13 શહેરો એવા હતા જ્યાંનું 34 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું હતું. આવનાર દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. 


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે....

આવનાર દિવસોમાં વધુ ગરમી પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આગાહી કરતા કાકાએ કહ્યું કે 20 માર્ચ સુધીમાં ગરમી વધશે. અનેક ભાગો એવા હશે જ્યાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે. તે બાદ અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેને કારણે હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આવનાર મહિનામાં ફરી એક વખત માવઠું આવી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે બેવડી ઋતુને કારણે અનેક લોકો બીમાર પડી રહ્યા છે. સામાન્ય રીતે એવું પણ જોવામાં આવ્યું છે કે હોળીના સમયગાળા દરમિયાન અનેક લોકોને વાયરલ થતો હોય છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે