Gujarat Weather : ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે છે ધોધમાર વરસાદ, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-06-13 12:04:45

રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે.. વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે.. શનિવારથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે.. આ વખતે ચોમાસું ચાર દિવસ વહેલા બેસી ગયું જેને કારણે એવું લાગતું હતું કે સારો વરસાદ થોડા દિવસોની અંદર જ વરસી જશે પરંતુ વરસાદનું જોર ધીરે ધીરે ઘટી ગયું છે.. એક તરફ અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ અનેક વિસ્તારો એવા છે જ્યાં ગરમીથી રાહત નથી મળી..!


આજે આ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. 

વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ અનેક ભાગોમાં આજે વરસાદ વરસી શકે છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર દાહોદ, નવસારી,  વલસાડ, અમદાવાદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ગાંધીનગરમાં વરસાદ વરસી શકે છે.. ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય ભાવનગર, સોમનાથ, જૂનાગઢ, મોરબી, અમરેલી સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ શકે છે.. વલસાડ જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે...   



ક્યાં વરસી શકે છે વરસાદ?

14 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. તે સિવાય 15 તારીખે નવસારી, તાપી, દાદરા નગર હવેલી, વલસાડ. ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. શનિવારથી આમ તો વરસાદી માહોલ જામ્યો છે પરંતુ રાજ્યના થોડા જ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. બુધવારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડક પ્રસરી હતી.     


ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળ્યું..!

મહત્વનું છે કે એક તરફ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ છે તો અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. બુધવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો રાજકોટનું તાપમાન 41.8 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 41.3 જ્યારે અમદાવાદનું તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું હતું, ગાંધીનગરનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું.. આવનાર દિવસોમાં ચોમાસાનું જોર ઘટશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે..



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે