Gujarat Weather : જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? કમોસમી વરસાદ પાછળ આ સિસ્ટમ જવાબદાર છે! Ambalal Patelએ કહ્યું કે


  • Published By :
  • Published Date : 2024-02-27 15:28:12

રાજ્યનું વાતાવરણ એવું છે કે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને ઠંડીનો અહેસાસ વહેલી સવારે અને રાત્રે થઈ રહ્યો છે. વાતાવરણ એકદમ સૂસ્તીવાળું થઈ ગયું છે. ગુજરાતના વાતાવરણમાં અવાર-નવાર ફેરબદલ આવી રહ્યો છે. કોઈ વખત ઠંડી તો કોઈ વખત ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ પહેલી માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં છુટોછવાયો વરસાદ આવવાની સંભાવના રહેલી છે તો બીજી માર્ચે ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સામાન્ય વરસાદની આગાહી છે.

માવઠાને લઈ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી આગાહી! 

છેલ્લા એક બે દિવસથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડો પવન વહી રહ્યો છે અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ તારીખ 25થી 27 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો થઈ શકે છે, રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે તેવી વાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તે સિવાય હવામાન વિભાગની આગાહી પણ આવું જ કંઈ કહે છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદની સંભાવના રહેલી છે.


ભારતના અનેક ભાગોમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ! 

આગાહી કરતા અંબાલાલ કાકાએ જણાવ્યું કે 1થી 5 માર્ચમાં ગુજરાતમાં મોટા ફેરફારો થઈ શકે છે. હવામાનમાં આવી રહેલા ફેરફારોને કારણે આ જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસી શકે છે.  ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના કાકા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે ના માત્ર ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ક્લાઈમેટ ચેન્જની અસર વાતાવરણ પર જોવા મળી રહી છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે