Gujarat Weather : જાણો કેવું રહેશે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન? રવિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-04-29 18:52:22

રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. કાળઝાળ ગરમીનો મારો સહન કરવો પડી રહ્યો છે. ઉનાળાના વચ્ચે આવેલો કમોસમી વરસાદ વાતાવરણમાં થોડી ઠંડક પ્રસારીને ગયો. તાપમાનનો પારો ઘટ્યો હતો પરંતુ તે હવે વધારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તેવું લાગે છે...  આ વખતનો ઉનાળો કપરો રહેશે તેવી આગાહી કરવામાં આવી હતી જે સાચી સાબિત થઈ રહી છે.. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તેની આગાહી કરવામાં આવી છે જે મુજબ બે દિવસ દરમિયાન રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરાઈ છે....

News18 Gujarati


જાણો કેવું રહેશે આગામી દિવસોમાં વાતાવરણ? 

કાળઝાળ ગરમી કોને કહેવાય તેનો અહેસાસ ગુજરાતીઓને થોડા સમયથી થઈ રહ્યો છે.. આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવું લાગે... ગરમીથી રાહત ક્યારે મળશે તેની રાહ આપણે જોઈ રહ્યા છીએ.. પરંતુ આગામી બે દિવસ દરમિયાન ગરમીમાંથી રાહત નહીં મળે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના અનેક ભાગોમાં હિટવેવની સંભાવના વ્યક્ત કરવામાં  આવી છે.. 

News18 Gujarati

ક્યાં માટે કરાઈ હિટવેવની આગાહી?

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી બે દિવસ માટે પોરબંદર અને ભાવનગર જિલ્લામાં હીટવેવની વોર્નિંગ છે. તે સિવાય દીવ માટે પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે... મહત્વનું છે કે આગામી દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે..


રવિવારે ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

મળતી માહિતી અનુસાર રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 40.5 ડિગ્રી, જ્યારે ડીસામાં 39.0 ડિગ્રી, ગાંધીનગરનું મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું હતું. વડોદરાનું તાપમાન 40.6 ડિગ્રી, સુરતનું તાપમાન 39.6 ડિગ્રી, ભૂજનું તાપમાન 40.3 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીનું તાપમાન 41.0 ડિગ્રી જ્યારે ભાવનગરનું તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું છે.. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે