Gujarat Weather : જાણો આજે કયા વિસ્તારોમાં આવી શકે છે મેઘસવારી, 22 તારીખ સુધી ક્યાં ક્યાં વરસી શકે છે વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી


  • Published By :
  • Published Date : 2024-06-18 11:39:32

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે.. મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે તો ક્યાંક ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામા આવી છે જે મુજબ અનેક વિસ્તારોમાં મેઘરાજાની બેટિંગ જોવા મળી શકે છે. છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધારે વરસાદ અમરેલીના બાબરામાં નોંધાયો છે. વરસાદને કારણે ગરમીથી રાહત મળી છે. અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Image


Image

Image

આજે ક્યાં વરસાદ વરસી શકે છે? 

આ વખતનો ઉનાળો આકરો સાબિત થયો હતો. કાળઝાળ ગરમીને કારણે અનેક લોકો બિમાર પડી ગયા, હીટ સ્ટ્રોકના કિસ્સાઓમાં વધારો થયો. પરંતુ ધીમે ધીમે રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ચોમાસાનું આગમન થતા અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ગરમીથી લોકોને રાહત મળી છે.. હવામાન વિભાગે અનેક જગ્યાઓ માટે વરસાદની આગાહી કરી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  આજ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, છોટા ઉદેપુર તેમજ કચ્છમાં વરસાદ વરસી શકે છે.

Image

Image

21 તારીખ સુધી આ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. 

તે સિવાય 19 તારીખ તેમજ 20 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો વડોદરા, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, વડોદરા, ભરૂચના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે જ્યારે હળવાથી મધ્યમ વરસાદ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ ભાવનગરમાં વરસી શકે છે.. 21 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો પોરબંદર, રાજકોટ, જૂનાગઢ. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ તેમજ કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દિવ-દમણ, નર્મદા, સુરત, નવસારી, ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

Image


રાજ્યના મોટા ભાગમાં વરસાદની કરાઈ આગાહી

22 તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો મહીસાગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તેમજ અમરેલી, જૂનાગઢ. ગીર સોમનાથ, ભાવનગરમાં છુટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત 23મી તારીખની વાત કરીએ તો રાજ્યના મોટા ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, અમદાવાદ, આણંદ,વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, નર્મદા, સુરત, ભરૂચ. તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ, તે સિવાય અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છુટો છવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.



છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો?

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેની વાત કરીએ તો અમરેલીના બાબરા તાલુકામાં 42 એમએમ વરસાદ વરસ્યો જ્યારે ભાવનગરના ધારીયામાં 29 એમએમ વરસાદ વરસ્યો છે. અમરેલીના લિલિઆમાં 25 એમએમ વરસાદ થયો છે જ્યારે છોટા ઉદેપુરના ક્વાંટમાં 25 એમએમ વરસાદ વરસ્યો છે. વલસાડના ઉંબેરગાવમાં 21 એમએમ વરસાદ થયો છે. નર્મદાના નાંદોદમાં 20 એમએમ વરસાદ વરસ્યો છે. અમરેલીના લાઠીમાં 15 એમએમ વરસાદ થયો છે જ્યારે કચ્છના માંડવીમાં 15 એમએમ વરસાદ ખાબક્યો છે.  મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં અનેક સ્થળો પર વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.