Gujarat Weather : જાણો આગામી દિવસો માટે શું કરી છે હવામાન વિભાગે આગાહી? જાણો 21 તારીખ સુધી કેવું રહેશે હવામાન?


  • Published By :
  • Published Date : 2024-06-15 16:02:21

રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.. સાર્વત્રિક વરસાદની આગાહી નથી કરવામાં આવી.. સમય કરતા પહેલા આ વખતે ચોમાસું બેસી ગયું છે પરંતુ આવતાની સાથે જ નબળું પડી ગયું. જેને કારણે વરસાદ નથી વરસી રહ્યો જેને કારણે ગરમીથી રાહત મળે.. થોડા સમય માટે વરસાદ વરસે છે જેને કારણે બફારાનું પ્રમાણ વધી જાય છે.. ઉકળાટ વધે છે.. પરંતુ આવનાર દિવસોમાં સારો વરસાદ થશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશ, ક્યાં વરસાદ આવશે તેની જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે...

Image


ImageImage


આવતી કાલે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ

એક સમય હતો જ્યારે ગરમીથી લોકો ત્રાસી ગયા હતા, પરંતુ હવે લોકો ગરમીની સાથે સાથે બફારાને કારણે કંટાળી ગયા છે.. બફારાને કારણે ઉકળાટ વધ્યો છે. પહેલા લોકો વરસાદની રાહ જોતા હતા હવે એવા વરસાદની રાહ જોવે છે જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરે.. હવામાન વિભાગની આગાહી અનુસાર આવતી કાલે એટલે કે 16મી તારીખે દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, નર્મદા, ગીર સોમનાથના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

Image

ક્યારે ક્યાં આવી શકે છે વરસાદ? 

તે સિવાય 17 તારીખ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 18 તારીખની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારી, દાદરા નગર હવેલીમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે.  તે સિવાય 19 તેમજ 20 તારીખની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદમાં વરસાદ વરસી શકે છે. 

Image

Image



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે