Gujarat Weather - રાજ્યના આ ભાગો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ, ગરમીથી લોકો બન્યા ત્રસ્ત!


  • Published By :
  • Published Date : 2024-08-21 15:24:53

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે.. પરંતુ ગરમી એટલી બધી પડી રહી છે કે લાગે જ નહીં કે ગરમીની સિઝન ખતમ થઈ ગઈ છે.. છેલ્લા કેટલાય દિવસોથી વરસાદે જાણે કિટ્ટા લઈ લીધી હોય તેવું લાગે છે. 24-25 તારીખ બાદ વરસાદી માહોલ જામશે તેવી વાત હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે..આજે ક્યાં વરસાદ થઈ શકે છે તેની આગાહી હવામાન વિભાગે કરી છે. અનેક વિસ્તારો માટે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે..


આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ!

થોડા સમય પહેલા એવું લાગતું ચોમાસું જામ્યું છે.. વરસાદ વરસી રહ્યો હતો. અનેક જગ્યાઓ પર તો વરસાદ એટલો બધો થયો કે લોકો કંટાળી ગયા હતા કે વરસાદ બંધ થાય તો રાહત થાય.. અમદાવાદમાં તો જાણે વરસાદ થયો જ નથી તેવું લાગે.. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. 


કઈ તારીખે ક્યાં પડશે વરસાદ?  

તે સિવાય છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.. આવતી કાલ માટે એટલે કે 22 ઓગસ્ટ માટે કરાયેલી આગાહીની વાત કરીએ તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી 23 તારીખ માટે કરવામાં આવી છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 



27 તારીખ સુધી કેવું રહેશે હવામાન? 

25 ઓગસ્ટના દિવસની કરવામાં આવેલી આગાહી અનુસાર  ખેડા, પંચમહાલ,  વડોદરા,  છોટાઉદેપુર,  નર્મદા,  ભરૂચ,  સુરત,  નવસારી,  વલસાડ,  તાપી,  દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી  કરવામાં આવી છે. 26 તેમજ 27 ઓગસ્ટ માટે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવ માટે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લાના આહવામાં નોંધાયો હતો. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટમાં જણાવજો..   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.