Gujarat Weather : ગરમીથી હમણાં નહીં મળે રાહત! અનેક જગ્યાઓનું તાપમાન હજી પણ 40 ડિગ્રીને પાર! જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-06-03 12:09:47

એક તરફ લોકો ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે તો બીજી બાજુ ગરમી ઓછું થવાનું નામ જ નથી લઈ રહી... અસહ્ય ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ હજી પણ ગુજરાતમાં ગરમીનો અહેસાસ થાય છે..  15 જૂન આસપાસ ચોમાસું બેસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એક સમય હતો જ્યારે તાપમાનનો પારો 46 ડિગ્રી આસપાસ નોંધાયું હતું પરંતુ તાપમાનનો પારો ગગડ્યો છે. રવિવારે 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.. થોડા દિવસો હજી ગરમી સહન કરવી પડે છે તેવું અનુમાન હવામાન વિભાગે કર્યું છે..



ગરમીથી હમણાં નહીં મળે રાહત!

ગુજરાતમાં અસહ્ય ગરમીનો અહેસાસ થયો હતો. અનેક જિલ્લાઓ હતા જ્યારે ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ આપવામાં આવતા હતા, પરંતુ ધીરે ધીરે એલર્ટ હટતું ગયું અને સામાન્ય તાપમાન નોંધાવા લાગ્યું.. ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તેજ પવન ફૂંકાયા છે જેને કારણે ગરમીથી આંશિક રાહત મળી છે.. ગરમીથી એકદમ રાહત મળે તે માટે હજી રાહ જોવી પડશે તેવું લાગે છે.. રવિવારે સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગરનું તાપમાન નોંધાયું છે. તે સિવાય અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે.. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

રવિવારે ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ડીસાનું તાપમાન 39.7 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય ગાંધીનગરનું તાપમાન 41.5 ડિગ્રી જ્યારે વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.5 ડિગ્રી નોંધાયું છે. વડોદરાનું તાપમાન 39.4 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું છે. તે સિવાય વલસાડનું તાપમાન 35.7 ડિગ્રી. દમણનું તાપમાન 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. કંડલા પોર્ટનું તાપમાન 35.9 ડિગ્રી નોંધાયું છે. 


સુરેન્દ્રનગરમાં નોંધાયું સૌથી વધારે તાપમાન

તે સિવાય અમરેલીનું તાપમાન 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ભાવનગરનું તાપમાન 37.5 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. પોરબંદરનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું છે જ્યારે વેરાવળનું તાપમાન 35.2 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 43.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તે સિવાય મહુવાનું તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું છે જ્યારે કેશોદનું તાપમાન 37.8 તાપમાન નોંધાયું છે. તમારે ત્યાં કેટલું તાપમાન નોંધાયું તે અમને કમેન્ટમાં જણાવો..        




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે