Gujarat Weather - હમણાં વરસાદે વિરામ લીધો છે પરંતુ આગામી દિવસોમાં વરસાદ કરશે ધમાકેદાર બેટિંગ, હવામાન વિભાગની આગાહીને જાણો


  • Published By :
  • Published Date : 2024-08-13 15:52:38

ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ નથી વરસી રહ્યો.. અમુક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસો માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આવનાર બે દિવસ દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે અનેક વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.રાજ્યના મોટા ભાગના ભાગોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે..




આજે આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગ દ્વારા આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, નર્મદા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,દમણ તેમજ દાદરા નગર હવેલી  માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે... મોટા ભાગના વિસ્તારોમાં છુટા છવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.



આ વિસ્તારો માટે પણ આપવામાં આવ્યું છે યલો એલર્ટ 

તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા. ભરૂચ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. દમણ, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે કોઈ જગ્યા પર વધારે વરસાદ વરસ્યો છે તો કોઈ જગ્યા પર વરસાદની ઘટ છે. રાજ્યમાં વરસેલા એવરેજ વરસાદની વાત કરીએ તો 71 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો છે.. મહત્વનું છે કે વરસાદ થતા અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. ડેમો પાણીથી છલકાયા છે.. વરસાદ થવાને કારણે ખેડૂતોની ચિંતા પણ ઘટી છે. ત્યારે તમારા ત્યાં વરસાદ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે