Gujarat Weather- રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો આગામી દિવસોમાં ક્યાં આવશે વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ..


  • Published By :
  • Published Date : 2024-08-05 16:04:53

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં જોરથી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યનું હવામાન કેવું રહેશે, ક્યાં વરસાદ આવી શકે છે તેની આગાહી કરવામાં આવતી હોય છે.. અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓએ એટલો બધો વરસાદ પડ્યો છે જેને કારણે  લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. 


આ વિસ્તારો માટે અપાયું યલો એલર્ટ...!

આજ માટે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત  કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી માટે યલો એલર્ટ આપ્યું છે.. તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા. સાબરકાંઠા. નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપ્યું છે.. 


આઠમી તારીખ સુધીનું જાણી લો હવામાન!

તે સિવાય સાતમી તારીખની આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  તે ઉપરાંત આઠમી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા,આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારીમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.   






ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.