રાજ્ય પર ફરી આસમાની આફત, આગામી 13થી 18 માર્ચ સુધી ત્રાટકશે મુસીબતનું માવઠું


  • Published By :
  • Published Date : 2023-03-12 15:23:10

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એક વખત માવઠાંની આગાહી કરવામાં આવી છે. આ કારણે ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, હવામાન વિભાગે ગરમીની સાથે સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતીના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી 13, 14 અને 15 માર્ચ દરમિયાન વાવાઝોડાની સાથે-સાથે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  


ત્રણ દિવસમાં ક્યા થશે માવઠું?


રાજ્યમાં 3 માર્ચથી 18 માર્ચ દરમિયાન તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 13 માર્ચે કચ્છ,વલસાડ, નવસારી,સુરત,તાપી,નર્મદા, દમણ, દાદરા નગર હવેલી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા,દાહોદ, ભાવનગર, અમેરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે 14 માર્ચે દમણ, દાદરા નગર હવેલી,  નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલીમાં  કમોસમી વરસાદ પડવાનો અનુમાન છે. 15 માર્ચે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારી, તથા કચ્છમાં પણ માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


આ કૃષિ પાકને નુકસાનની શક્યતા


હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં તેજ ગતિથી પવન ફુંકાશે. તેની સાથે  રાજ્યમાં 18 માર્ચ સુધી કમોસમી વરસાદ પડી શકે છે. હવે જો માવઠું થશે તો ખેતરોમાં બાકી રહેલો તૈયાર રવિ પાકને ફરીથી નુકસાન થશે. માવઠાંના કારણે ઘઉં, જીરું, લસણ ડુંગળી, ચણા અને ધાણાના પાકને ફરીથી નુકસાન થવાની શક્યતા છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોને પણ પાકની સુરક્ષા માટે આગોતરા પગલા ભરવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે