ગુજરાતમાં ફરી એક વખત થશે કાતિલ ઠંડીનો અહેસાસ, આ તારીખ બાદ વધશે ઠંડીનું પ્રમાણ


  • Published By :
  • Published Date : 2023-01-12 10:02:51

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ઠંડીએ વિરામ લીધો છે. થોડા દિવસોથી ઠંડીથી રાહત મળી છે. પવન તેમજ ઠંડી ઘટવાને કારણે ઓછી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડીનો ફરી રાઉન્ડ શરૂ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ઉપરાંત ઉત્તરાયણના દિવસો દરમિયાન પવનનો સાથ મળી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.


ઉત્તરાયણમાં મળશે પવનનો સાથ

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 13 જાન્યુઆરી બાદ શીતલહેરનો અનુભવ થવાનો છે. કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળવાનો છે. આગામી અઠવાડિયા દરમિયાન ખતરનાક ઠંડી પડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. થોડા દિવસો બાદ ઉત્તરાયણનો પર્વ આવવાનો છે. તે પર્વ દરમિયાન જો પવનનો સાથ મળી રહે છે તો પતંગ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. 


આવનાર દિવસોમાં થશે ઠંડીનો અહેસાસ 

14 જાન્યુઆરી દરમિયાન ભારે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા અનેક દિવસોથી ગુજરાતમાં ઠંડીનો પારો ઘટ્યો છે. તાપમાનનો પારો વધ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન વધવાને કારણે હુંફાળી ગરમીનો અહેસાસ થયો છે. ઠંડી ઘટવાને કારણે  લોકોએ પણ ઠંડીથી છુટ્કારો મેળવ્યો હતો પરંતુ 13 જાન્યુઆરી બાદ ફરી એક વખત ઠંડીનો સામનો કરવા તૈયાર થવું પડશે. નલિયામાં તાપમાનનો પારો ગગડી શકે છે. ઠંડીનો અહેસાસ કરવા અનેક લોકો માઉન્ટ આબુમાં ગયા છે. માઉન્ટ આબુમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. જેને કારણે પ્રવાસીઓને મજા આવી રહી છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે