રાહુલ ગાંધીના પથ પર ચાલતું ગુજરાત યુથ કોંગ્રેસ,યુવા પરિવર્તન યાત્રાનું કર્યું આયોજન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 10:45:19

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીચ પાર્ટીઓ પોતાની પાર્ટીનો પ્રચાર કરવામાં લાગી ગઈ છે. ભાજપ તેમજ આપ બાદ હવે કોંગ્રેસે પણ પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. જે અંતર્ગત યુથ કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 1200 કિલોમીટર ચાલનારી આ પદયાત્રાની શરૂઆત અંબાજીથી થવાની છે. ઉમરગામ સુધી આ યાત્રા ચાલવાની છે. આ યાત્રામાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહેવાના છે.


અનેક મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ

ભારત જોડો યાત્રા કરી રાહુલ ગાંધી કોંગ્રેસમાં પ્રાણ પૂરવાના પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં પણ કોંગ્રેસને ફરી બેઠુ કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં યુથ કોંગ્રેસ પરિવર્તન યાત્રા કરવાની છે. દેશમાં વધી રહેલી મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક મુદ્દાઓને લઈ ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવવાનો છે.


લોકો સુધી પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ

માં અંબેના દર્શન કરી આ યાત્રાનું પ્રસ્થાન થવાનું છે. અંબાજીથી નીકળેલી આ યાત્રા ઉમરગામ સુધી જશે. વધુ લોકો સુધી પહોંચી શકાય તે માટે પ્રયાસો થવાના છે. બાઈક રેલી, જન સભા તેમજ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો બીજા તબક્કો દશેરાના દિવસથી થવાનો છે. સોમનાથથી આ યાત્રાનો શુભારંભ થવાનો છે.

અંબાજી News in Gujarati, Latest અંબાજી news, photos, videos | Zee News  Gujarati


રાહુલ ગાંધી કરી રહ્યા છે ભારત જોડો યાત્રા

દેશના વિવિધ રાજ્યોમાં વધતી મોંઘવારી, બેરોજગારી અંગે લોકોને જાગૃત કરવા કોંગ્રેસ અનેક યાત્રાનું આયોજન કરી રહી છે. કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી પણ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ ભારત જોડો યાત્રા કરી કેન્દ્ર સરકારને અનેક મુદ્દાઓએ ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે