Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દોસ્તીને સમર્પિત રચના - તું વગર કારણે વરસાવે છે વ્હાલ


  • Published By :
  • Published Date : 2024-09-17 16:21:43

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલી પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે. દોસ્ત હોય તો જીવન રંગીન બની રહે છે અને જો દોસ્ત ના હોય તો જીવન બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મની જેમ બેરંગ બનીને રહે છે.. અનેક વર્ષો સુધી દોસ્તોને નથી મળાતું ત્યારે આંખોમાંથી પાણી આવી જાય છે અમસ્તા.. માસુમિયત હોય છે તે સંબંધમાં.. દોસ્તો પોત પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જાય છે અને વર્ષો સુધી નથી મળાતું.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દોસ્તીને સમર્પિત રચના.. આ રચના કોની છે તેની અમને જાણ નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 


તું વગર કારણે વરસાવે છે વ્હાલ

દોસ્ત, હું કેમ કરીને પૂછું તારો હાલ


જીવું છું આજને બસ તારી યાદમાં

કેટલી ખૂબસુરત તારી વાતો અને કાલ


કેવી માસૂમિયતને સ્વાર્થ વગરનો સ્નેહ

ફરીથી જીવી લઈએ એ ક્ષણને ચાલ


જીવનના મેઘધનુષમાં તું ખૂટે છે દોસ્ત

ક્યાંથી લાવું હું તારા પ્રેમનો રંગ લાલ


અન્ય જવાબદારીમાં અટવાઈ તું શ્વેત

ખોવાયું દોસ્તીનું સંગીત, સૂર અને તાલ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે