Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુરૂને સમર્પિત રચના - ગુરૂદક્ષિણા


  • Published By :
  • Published Date : 2024-07-20 16:55:13

દરેકના જીવનમાં જેટલું મહત્વ માતા પિતાનું હોય છે તેટલી જ જરૂર બાળકને શિક્ષકની હોય છે.. ગુરૂની હોય છે.. ગુનો અર્થ થાય છે અંધારૂં અને રૂનો અર્થ થાય છે દૂર કરનાર..અંધારામાંથી આપણને બહાર લાવે તેમને ગુરૂ કહેવામાં આવે છે.. ગુરૂ આપણને ઘણું બધુ શીખવાડતા હોય છે. જીવનમાં જ્યારે હતાશ થઈએ, આગળ કેવી રીતે વધવું તેની ખબર ના પડે ત્યારે ગૂરૂ આપણું માર્ગદર્શન કરતા હોય છે. આવતી કાલે ગુરૂપૂર્ણિમા છે.. ગુરૂનો મહિમા ગાવાનો દિવસ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુરૂ અને શિષ્યના સંબંધોને દર્શાવતી રચનાને.. આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..



પુષ્પને ખિલવા પ્રકાશ અને પાણીની જરૂર હોય છે,

એક નવજાત શિશુને સાચી સલાહની જરૂર હોય છે.


વેલને વધવા સહારાની જરૂર હોય છે,

પ્રગતિને પામવા પડકારની જરૂર હોય છે..


આમ તો સંસાર ચાલ્યા જ કરે છે!

બસ એને સુખી રીતે ચલાવવા એક ગુરૂની જરૂર હોય છે


અભ્યાસની કસોટીમાં આંકડાની જરૂર હોય છે,

જિંદગીની પરીક્ષામાં એક અનુભવીની જરૂર હોય છે


સઘળું દીઠું છે આ જગમાં જાણીને

ગુરૂદક્ષિણ અંતરમનથી દે એ ભાવની જરૂર હોય છે


ગુરૂદ્રોણ હજી પણ ક્યાંક અહીંતહીં જ છે,

બસ એને પામવા એકલવ્ય જેવા શિષ્યની જરૂર હોય છે



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે