Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વૃક્ષને સમર્પિત રચના - ઝાડ થકી તો ધરતી આખી સ્વર્ગ બની લહેરાય


  • Published By :
  • Published Date : 2024-05-21 11:27:58

એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ તેવી વાતો સાંભળી હશે.. વૃક્ષોને કારણે પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહે છે.. વૃક્ષો છે તો પ્રકૃતિ છે.. વૃક્ષ આપણને છાંયડો આપે છે, ફળ આપે છે, ઓક્સિજન આપે છે વગેરે વગેરે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વૃક્ષોને સમર્પિત રચના..  આ રચનાના કવિ કોણ છે તે અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને જણાવો કમેન્ટમાં..  


ઝાડ મારા છે કુળનાં દીપક,

ઝાડનું છે બહુમાન

ઝાડ થકી તો ધરતી આખી

સ્વર્ગ બની લહેરાય


ઝાડ થકી છે દિન રે મારો

ઝાડ થકી છે સાંજ

ઝાડ વિના તો ધરતી આખી

થઈ જાશે વેરાન


મકાનોની લ્હાયમાં માણસ,

ઝાડને ભૂલતો જાય

શહેર માટે જંગલ આખાં

જીવતાં ગળી જાય.


ઝાડ કાજે તો નભના ભીનાં

વાદળ ગીતો ગાય

આવાં ભોળાં વૃક્ષો ઉપર

કરવત કેમ મૂકાય


ઝાડના લીધે નદીઓ સાગર

પાણીથી રેલાય

મોર, પપીહા, કોયલ, મીઠાં

કૂંજે ઝુલા ખાય


છાંયો આપે, ઈંધણ આપે

આપે ફળનું દાન

ઝાડ તો આપણી સંસ્કૃતિના 

વેદ કુરાન કહેવાય



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે