Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના - કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !


  • Published By :
  • Published Date : 2024-08-27 18:03:25

હાલ વરસાદી માહોલ સમગ્ર રાજ્યમાં જામ્યો છે. વરસાદ સિઝન એવી છે જે મોટા ભાગના લોકોને પસંદ હોય છે. વરસાદની સિઝનમાં પ્રકૃતિ પણ સોળે કલાકે ખીલતી હોય છે. પહેલાના લોકોને વરસાદમાં ભીંજાવું ગમતું હતું પરંતુ હવેના લોકોને વરસાદ બહુ નથી ગમતો.. જો વરસાદમાં ભીંજાઈ જાય તો પણ તે મોઢું બગાડે.. પહેલા નાના બાળકો પણ વરસાદમાં ન્હાવા જતા હતા પરંતુ હવે વરસાદમાં રમતા જોવા નથી મળતા. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વરસાદને સમર્પિત આદિલ મનસુરીના રચના..      



કેટલી   માદકતા  સંતાઈ   હતી   વરસાદમાં !

મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી  વરસાદમાં !


રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ

માનવીએ  કેટલી   ભીંતો   ચણી  વરસાદમાં !


કેટલો  ફિક્કો  અને  નિસ્તેજ  છે  બીમાર ચાંદ

કેટલી  ઝાંખી  પડી  ગઈ  ચાંદની  વરસાદમાં !


કોઈ  આવે  છે  ન  કોઈ  જાય છે સંધ્યા થતાં

કેટલી  સૂની  પડી  ગઈ  છે  ગલી વરસાદમાં !


એક તું છે કે તને  કંઇ  પણ નથી થાતી અસર,

ભેટવા  દરિયાને  ઊછળે  છે  નદી વરસાદમાં.


લાખ  બચવાના  કર્યા  એણે  પ્રયત્નો  તે છતાં

છેવટે  ‘આદિલ’ હવા  પલળી  ગઇ વરસાદમાં.


– આદિલ મન્સૂરી



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.