Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - માત્ર એક જ ક્ષણ લાગે છે


  • Published By :
  • Published Date : 2024-05-21 16:57:38

આપણા દ્વારા કરવામાં આવેલા નાના કામોનું મહત્વ બીજાના જીવનમાં શું ફરક લાવી શકે છે તે આપણે જાણીએ છીએ.. જે લોકો નિરાશામાં ઘેરાયેલા હોય છે તેમને સહાનુભૂતિના શબ્દો ઘણા અગત્યના હોય છે.. કોઈના આંસુને લૂછતા માત્ર થોડી મિનીટો જ લાગે છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના...  આ રચના કોની છે તેની જાણ નથી પરંતુ જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો... 


ઉત્સાહનો એક શબ્દ કહેતાં

માત્ર એક જ ક્ષણ લાગે છે


ઝરતા આંસુને લૂછવા માટે

માત્ર એક જ ક્ષણ લાગે છે


મદદ માટે હાથ લંબાવતા

માત્ર એક જ ક્ષણ લાગે છે


સમજવાનો પ્રયત્ન કરવા

માત્ર એક જ ક્ષણ લાગે છે


મિત્ર મેળવતાને તેને જાળવતા

માત્ર એક જ ક્ષણ લાગે છે


કોઈ ભાંગેલા હૈયાને સાંધતા 

માત્ર એક જ ક્ષણ લાગે છે


કોઈનો દિવસ ઉજાળતાં

માત્ર એક જ ક્ષણ લાગે છે


તો પછી આ જ ક્ષણને જડી દ્યો

તે સરકી જાય તે પહેલા...



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.