Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - નશો છે નાશનું મૂળ, જો મનવી થાય એમાં ચકચૂર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-23 17:03:13

આજકાલ અનેક યુવાનો નશો કરી પોતાની જીંદગીને જાણી જોઈને બરબાદ કરી રહ્યા છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. અનેક યુવાનોને દારૂનો નશો, બીડીનો નશો કરતા આપણે જોયા છે..  જે લોકો નશો કરે છે તેમને ખબર છે કે નશો કરવાથી તેમના શરીરને નુકસાન પહોંચે છે.. તેમની જીંદગીની ક્ષણો ઓછી થઈ રહી છે.. પરંતુ તો પણ નશો કરે છે.. નશો છોડવા માટે યુવાનોને અપીલ કરવામાં આવતી હોય છે. નશામુક્ત યુવાનો થાય તે માટે અનેક સેન્ટરો ચાલતા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે રચના જેમાં નશો છોડવા માટે  અપીલ કરવામાં આવી રહી છે...


નશો છે નાશનું મૂળ

જો મનવી થાય એમાં ચકચૂર

તો જીંદગી બને છે ધૂળ



નશો છે કંટકનું શૂળ

એમાં છે મનવીનું દસ્તૂર


બીડી. સીગારેટને દારૂનું ભૂત

તે માનવ મનને કરે છે સ્થૂળ


વળગે જો મનવી એને મગદૂર

તો ખોવાય જાય આ દેશનું નૂર


આજે સૌને ચડ્યું છે તેનું ઝનુન

પણ નશો કરે છે મનેખને મજબૂર


શોણિતને સમાવનારૂં છે આ મૂળ

ભાણની ભૂમિકામાં ઓછો છે તેનો શૂર


કંઈ કેટલાયે ઉજ્જર થયા છે ફૂળ

એકમાત્ર નશાનું સેવન છે મૂળ


હે મનવી! નશામાં તુ ના ડૂબ

એ તો છે તમારી મોટી ભૂલ

- અજ્ઞાત



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.