Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભ્રષ્ટાચારની રચના - કાળા બજારીઓનો...


  • Published By :
  • Published Date : 2024-08-31 16:39:33

ભ્રષ્ટાચારના મુળીયા આપણી સિસ્ટમમાં એ હદે ફેલાયેલા છે કે તેનો જડમૂળથી નાશ કરવો જાણે અસંભવ થઈ ગયો છે. આજ કાલ તો જાણે ભ્રષ્ટાચાર કરવાની ફેશન થઈ ગઈ હોય તેવું લાગે છે. જો કોઈ ભ્રષ્ટાચાર કરવાની ના પાડે છે તો લોકો તેને મુર્ખ સમજે છે.. નાની વાતમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. પૈસા કમાવાની એટલી બધી લાલચ થઈ ગઈ છે કે લોકોના જીવને જોખમમાં મૂકતા પહેલા વિચારતા પણ નથી. પૈસા મળે છે ને એવું વિચારે છે.. ભ્રષ્ટાચાર કરનાર વિશે આપણે વાત કરીએ છીએ પરંતુ જે લોકો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે તેના વિશે વાત નથી કરતા. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ભ્રષ્ટાચારને લઈ લખાયેલી રચના.. આ રચના કોની છે તે ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...


કાળા બજારીઓનો ધંધો ચાલે જોરદાર

મહેનત કરતા માનવીનો પરસેવાની ધાર


ઠંડા ઘરમાં બેસી કમાય રૂપિયા હજાર

ફૂટપાથ પર ગરીબોની લાંબી કતાર


તાર તાર જીંદગી અશ્રુઓની ધાર

કોને પડી ગરીબોની, જીવો શાનદાર


પ્રામાણિકતાની વાત હવે થઈ નામશેષ

મલિન લોક ધરે શાલીનતાનો વેશ


ભ્રષ્ટાચારીઓએ કેમ જાણ આવું કરે કામ?

આપણે જ આપીએ ખુરશી નીચેથી દામ



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે