આતુરતાનો આવ્યો અંત, GUJCETની પરીક્ષાની તારીખ કરાઈ જાહેર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-01-23 16:12:00

ધો. 12 સાયન્સ બાદ ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી સહિતના અભ્યાસક્રમોમાં એડમિશન લેવા ઉત્સુક વિદ્યાર્થીઓ GUJCET પરીક્ષાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ એટલે કે GUJCETની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે  ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી સહિતની ફેકલ્ટીમાં પ્રવેશ માટે સરકારે GUJCET ફરજિયાત બનાવી છે. 


ક્યારે યોજાશે પરીક્ષા?


GUJCET વર્ષ 2023 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરી છે. પરીક્ષા NCERT આધારીત ધો.12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયમ થયેલા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવાશે. GUJCETની પરીક્ષા આગામી 03 એપ્રિલના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાના કેન્દ્રો આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી લેવાશે. 


માન્ય ત્રણ ભાષામાં યોજાશે પરીક્ષા


GUJCETની આ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવામાં આવશે. GUJCET માટેની પરીક્ષાનો સત્તાવાર પત્ર 23 જાન્યુઆરીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે.



ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..