Gandhinagarમાં H TAT મુખ્ય શિક્ષકોનું આંદોલન, અનેક પડતર માગણીઓ સાથે કરી રહ્યા છે આંદોલન, શિક્ષણ મંત્રીએ કરી હતી ટ્વિટ કે...


  • Published By :
  • Published Date : 2024-07-16 13:56:15

થોડા સમય પહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન માટે મેદાને ઉતર્યા હતા. ત્યારે આજે ફરી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં H-TAT મુખ્ય શિક્ષકો પોતાની માગણી લઈને આમરણ ઉપવાસ સાથે આંદોલન કરવા બેઠા છે. ટેટ ટાટ ઉમેદવારોએ આંદોલન કર્યું તે બાદ સરકારે શિક્ષકોની ભરતીની જાહેરાત કરી પરંતુ હવે HTAT શિક્ષકો મેદાને આવ્યા છે પોતાની માગ સાથે.  

ગાંધીનગરમાં H-TAT મુખ્ય શિક્ષકોનું આંદોલન

H-TAT મુખ્ય શિક્ષકો છેલ્લા ઘણા વર્ષોથી તેમની બદલી સહિત અન્ય નિયમો ઘડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ માટે વારંવાર આંદોલનો પણ કરવામાં આવ્યા પરંતુ સરકારે કોઈને કોઈ રીતે આંદોલનો શાંત કર્યા છે. છેલ્લે આમરણ ઉપવાસનું આંદોલન કર્યુ હતું અને અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે સરકારે કહ્યું હતું કે, 15 જુલાઈ સુધીમાં તમામ નિયમો બનાવીને જાહેર કરી દેવામાં આવશે. પણ એ ન થયું એટલે આજે ઉમેદવારો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીએ ભેગા થયા છે. 


શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર લખી પોસ્ટ...

ગુજરાતના H-TAT મુખ્ય શિક્ષકોએ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે 15 જુલાઈ સુધી બદલીના નિયમો જાહેર કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. એ જાહેરાત બાદ તરત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે H-TAT મુખ્ય શિક્ષકોને ઉપવાસ આંદોલન મોકૂફ રાખવા અપીલ કરી.સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું કે 

“સૌ એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રોને નમ્ર અપીલ, આપના બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કા માં છે. ટૂંક સમય માં એ જાહેર કરવામાં આવશે. તેથી કેટલાક એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રો દ્વારા આપવામાં આવેલ આવતીકાલ ના ઉપવાસ આંદોલનને મોકૂફ રાખવા મારા સૌ એચ-ટાટ મુખ્ય શિક્ષક મિત્રોને અપીલ કરું છું.” પણ એ અપીલની કોઈ અસર ન થઈ અને શિક્ષકો આજે ગાંધીનગર ભેગા થયા છે તો ત્યાં શું થાય છે તે જોવાનું રહ્યું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે