દેશ પર તોડાતો H3N2નો ખતરો, મહારાષ્ટ્રમાં નોંધાયા સૌથી વધારે કેસ!


  • Published By :
  • Published Date : 2023-03-16 12:18:13

દેશના અનેક રાજ્યોમાં કોરોનાની સાથે સાથે H3N2નો ખતરો પણ સતત વધી રહ્યો છે. એક તરફ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ H3N2ના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર સહીત દેશના અનેક રાજ્યોમાં H3N2ના કેસ નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં આ વાયરસના અનેક કેસો નોંધાયા છે. મળતી માહિતી અનુસાર  H3N2ને કારણે દેશમાં હજી સુધી 9 લોકોના મોત થયા છે. 


મહારાષ્ટ્રમાં સૌથી વધારે નોંધાયા H3N2ના કેસ! 

કોરોના વાયરસ પણ દેશમાં ફરી એક વખત માથું ઉંચકી રહ્યું છે. અનેક લોકોના કોરોનાને કારણે મોત થઈ ગયા છે. ત્યારે કોરોનાની સાથે H3N2ના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ કેસના આંકડામાં પણ સતત વધી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં આ વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કેસ નોંધાતા સરકાર એક્ટિવ થઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. હજી સુધી સ્વાઈન ફ્લુ અને H3N2 ના 352 જેટલા કેસ નોંધાઈ ગયા છે. જેમાંથી H3N2ના 58 જેટલા દર્દીઓ નોંધાયા છે. ગુજરાતમાં પણ આ વાયરસને કારણે એક મહિલાનું મોત થયું છે તેવા સમાચાર મળ્યા હતા. 


રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને સતર્ક રહેવા કરાયો આદેશ  

વધતા ખતરાને જોતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો એક્ટિવ થઈ ગઈ છે. કેન્દ્રએ બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને એલર્ટ રહેવા કહી દીધું હતું. એડવાઈઝરી પણ બહાર પાડવામાં આવી છે. વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું તેમજ સામાજીક અંતર જાળવવા જાગૃત કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ચ મંત્રીએ પણ આ મુદ્દે બેઠક કરી હતી. અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સતર્ક રહેવા જણાવ્યું છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે