નારાજ હકુભા જાડેજા દિલ્લીથી ફોન આવતા માની ગયા, જામનગરમાં રિવાબા માટે કરશે ચૂંટણી પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-13 18:28:36

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે થોડા દિવસ રહ્યા છે અને રાજ્યમાં સર્વત્ર ચૂંટણીનો માહોલ છે. ભાજપે પણ તેના 166 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જો કે ભાજપની નવી યાદી જાહેર થયા બાદ પાર્ટીમાં વિરોધના સુર સંભળાવાનું શરૂ થયું છે. જામનગરમાં રિવાબા જાડેજાનું નામ જાહેર થયા બાદ પૂર્વ ધારાસભ્ય હકુભા જાહેજા પણ નારાજ હતા. પોતાની ટિકિટ કપાતા હકુભાએ પોતાના સોશિયલ મીડિયા પરથી ભાજપના ખેસ સાથેનો ફોટો પણ હટાવી દીધો હતો. જો કે હવે હકુભાને મનાવી લેવામાં આવ્યા હોવાના સમાચાર આવ્યા છે. 


નારાજ હકુભાને મનાવવામાં ભાજપ સફળ


જામનગર વિધાનસભાની સીટ માટે હકુભા જાડેજાની ટિકિટ નક્કી મનાતી હતી. જો કે છેલ્લી ઘડીએ તેમનું પત્તુ કપાતા સૌ કોઈને આશ્ચર્ય થયું હતું. ભાજપે તેમના સ્થાને વિરેન્દ્ર જાડેજાના પત્ની રિવાભાને ટિકિટ આપી દીધી છે. ટિકિટના પ્રબળ દાવેદાર હકુભા જાડેજાને પાર્ટીના આ નિર્ણયથી ઝટકો લાગ્યો હતો, જો કે હવે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નારાજ હકુભાને મનાવવામાં ભાજપ હાઈકમાન્ડ સફળ રહ્યું છે.  દિલ્લીથી ફોન આવતા હકુભા માની ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. હકુભા જાડેજા રિવાબાનું ઉમેદવારી ફોર્મ ભરવા સમયે અને તેમની સાથેના પ્રચાર અભિયાનમાં પણ જોડાશે તેવું જાણવા મળી રહ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે