ઉશ્કેરણીજનક ભાષણના કેસમાં હાર્દિક પટેલનો નિર્દોષ છુટકારો, જામનગર કોર્ટે આપ્યો ચુકાદો


  • Published By :
  • Published Date : 2023-02-10 15:57:18

જામનગરના ધુતારપુર-ધૂળસિયા ગામે વિવાદાસ્પદ ભાષણના કેસમાં વિરમગામના  ધારાસભ્ય  હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. જામનગર કોર્ટે MLA હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો છે. 2017ના પાટીદાર અનામત આંદોલનના કેસ મામલે ચુકાદો આપતા કોર્ટે હાર્દિક પટેલ ઉપરાંત અંકિત ઘેડિયાને નિર્દોષ જાહેર કર્યા છે. પાટીદાર અનામત આંદોલન સમયે સરકાર વિરૂધ્ધ ઉશ્કેરણીજનક ભાષણ કરતા હાર્દિક પટેલ વિરૂદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી.


હાર્દિક પટેલ સામે કેસ શું હતો?


પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન 4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું એ વખતે પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસિયામાં એક સભા યોજાઈ હતી. એ સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલી હતી અને એમાં રાજકીય ભાષણ થતાં આ મુદ્દે ફરિયાદ થઈ હતી. આ મામલે પંચકોષી એ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઇ હતી. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ઘેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો. જામનગર ચોથા એડિ.ચીફ જૂડી.મેજિસ્ટ્રેટ એમ.ડી.નંદાણીની કોર્ટમાં ચુકાદો જાહેર કરાયો છે. આ કેસમાં હાર્દિક પટેલના વકીલ દિનેશભાઇ વિરાણી તથા રશિદભાઈ ખીરાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો છે. આ સાથે જ હાર્દિક પટેલને મોટી રાહત મળી છે.




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.