ટ્રાફિક પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ટકોર, "વાહનચાલકો સાથે ગુનેગારો જેવું વર્તન ન કરો"


  • Published By :
  • Published Date : 2023-07-06 21:49:18

રાજ્યના મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસકર્મીઓ દ્વારા સામાન્ય માણસ સાથે રીઢા ગુનેગારો જેવું વર્તન કરવામાં આવે છે. ટ્રાફિકની નાની ભૂલ માટે કે પછી  કોઈ વ્યક્તિ લાયસન્સ ભૂલી ગયો હોય અથવા તો તેની પાસે PUC ન હોય તો પોલીસ તેની સાથે આરોપીઓ જેવુ વર્તન કરે છે અને તેમની જાહેરમાં બેઈજ્જતી કરે છે. આ મામલે આજે ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક પોલીસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓના કારણે આજે આખા ડિપાર્ટમેન્ટનું નામ બદનામ થઈ રહ્યુ છે. અત્રે ઉલ્લેખનિય છે કે TRB જવાનો દ્વારા વાહન ચાલકોને રોકી યેનકેન પ્રકારે હેરાન કરી કાયદાના ડરથી પૈસા પડાવામાં આવતા હોય છે. TRB જવાનોની દાદાગીરીના દૃશ્યો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થતા હોય છે.


શું કહ્યું હર્ષ સંઘવીએ?


ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે અમદાવાદમાં આજે ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે પોલીસને કેટલીક ટકોર કરી હતી.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અલગ-અલગ 4 જેટલા વિષયો પર વાત કરી હતી. જેમાં ખાસ કરીને ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓના કારણે આજે આખા ડિપાર્ટમેન્ટનું નામ બદનામ થઈ રહ્યુ છે. તેમણે કહ્યું કે, પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય જળવાઈ રહે તે માટે અધિકારીઓ કામ કરે છે અને મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં સામાન્ય નાગરિકોને લાયસન્સ અને PUC જેવી બાબતે આરોપીઓ જેવુ વર્તન કરીને હેરાન કરવામાં ન આવે. આપણે અન્ય વિષયોમાં જેમ સફળતા મેળવી છે તેમ આમાં પણ 100 ટકા સફળતા મેળવીશું. અત્રે ઉલ્લેખનિય છે કે હર્ષ સંઘવીએ અગાઉ પણ અનેક વાર ટકોર કરી છે, તેમ છતાં અમુક અધિકારીઓએ અને કર્મચારીઓ ગૃહ રાજ્યમંત્રીને ગણકારતા નથી, ત્યારે આજે ફરીથી તેમણે પોલીસને સામાન્ય વ્યક્તિઓ સાથે આરોપીઓ જેવુ વર્તન ન કરવા ટકોર કરી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે