વિરોધીઓના ગઢમાં હર્ષ સંઘવીનો ઝંઝાવાતી પ્રચાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-21 20:34:52

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે. 

Harsh Sanghvi Attacks Congress, AAP in Vadgam | Election Campaign

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પ્રચારનો ધમધમાટ તેજ બન્યો છે. સત્તાધારી પક્ષ ભાજપે મહાનગરપાલિકા અને અન્ય સ્થાનિક સંસ્થાઓમાં પોતાનો ગઢ જાળવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. વાત કરીએ , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની તો તેઓ ઝંઝાવાતી રીતે વિપક્ષી દળોના ગઢમાં પ્રચાર કરી રહ્યા છે.  સૌપ્રથમ વાત કરીએ , આણંદની તો આ જિલ્લાની  આંકલાવ વિધાનસભાની બેઠક ૨૦૧૨થી કોંગ્રેસ ના પ્રદેશપ્રમુખ અમિત ચાવડા ચૂંટાતા આવ્યા છે. ૨૦૧૨થી આ બેઠક કોંગ્રેસનો ગઢ છે. હવે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ , આણંદમાં સોમવારના દિવસે , નાવલી કાર્યાલય ખાતે સામાજિક આગેવાનો સાથે બેઠક કરી હતી , ત્યારબાદ આણંદના સામરખામાં મહાકાળી ચોક ખાતે વિકાસ સંકલ્પ સભા કરી હતી, આ પછી આંકલાવ ખાતે જે કે પાર્ટી પ્લોટમાં એક જાહેર સભાને સંબોધન કર્યું છે. 

આમ ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે કે, કોંગ્રેસને તેના ગઢમાં જ હરાવવામાં આવે. આ પછી , વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટી દક્ષિણ ગુજરાતમાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવાના લીધે લોકપ્રિય છે ત્યારે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વસાવાના સમાજના આગેવાનો સાથે એક બેઠક કરવામાં આવી હતી આ પછી તેમણે ચૈતર વસાવાના ગઢ ડેડીયાપાડામાં પીઠા ગ્રાઉન્ડ ખાતે વિકાસ સંકલ્પ સભાને સંબોધન પણ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ ચૈતર વસાવાના ગઢમાં આ અગાઉ ખુબ મોટું ગાબડું પડ્યું હતું, જેમ કે , જગદીશ વસાવાએ આમ આદમી પાર્ટીને રામ રામ કરીને કેસરિયો કર્યા હતા. તો થોડાક સમય અગાઉ , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આપના પૂર્વ ઉમેદવાર ડૉ. પ્રફુલ વસાવા અને વકીલ રાજ વસાવા સહિત આપ અને કોંગ્રેસના 700થી 1000 નેતાઓએ વિધિવત રીતે કેસરીયો ધારણ કર્યો હતો. આમ , આમ આદમી પાર્ટી માટે દક્ષિણ ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કપરા ચઢાણ છે. 

હવે વાત કરીએ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની તો , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં વડગામમાં જાહેર સભાને સંબોધન કર્યું છે. હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે, " આ ચૂંટણીઓમાં કોંગ્રેસને તેના ઇતિહાસની સૌથી મોટી હાર મળશે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. આ ચૂંટણીઓમાં ૭૦૦થી વધારે જગ્યાઓ પર ઉમેદવારો મળ્યા નઈ એટલે નવું લાવ્યા , ઉમેદવારોને ધાકધમકી આપે છે. "  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવનારા સમયમાં ૨૩મી તારીખે રાજકોટની મુલાકાત લેવાના છે , જ્યાં તેઓ શહેરના મુખ્યમાર્ગો પર રોડ શો કરશે. હર્ષ સંઘવી રાજકોટમાં જનસંપર્ક પણ કરવાના છે. આ ઉપરાંત તેઓ સાંજે એક વિકાસ સંકલ્પ સભાને સંબોધિત પણ કરવાના છે. રાજકોટ હંમેશાથી ભાજપનો મજબૂત ગઢ રહ્યો છે પરંતુ , ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોઈ પણ પ્રકારની કચાશ છોડવા માંગતી નથી.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે