યુવરાજસિંંહને લઈ હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન! સાંભળો ડમી કાંડ મામલે શું કહ્યું હર્ષ સંઘવીએ...


  • Published By :
  • Published Date : 2023-04-24 11:26:24

યુવરાજસિંહ અંગે અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. સી.આર.પાટિલે આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું, ત્યારે હર્ષ સંઘવીએ પણ આ મામલે મૌન તોડ્યું છે. હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે રાજ્યના યુવાનો જે માહિતી આપે એના પર પોલીસ કામગીરી કરે છે. તે જ રીતે યુવરાજસિંહે જે માહિતી આપી હતી તેની પર કાર્ય કરવામાં આવ્યું હતું પરંતુ, યુવરાજસિંહે તેમના પ્લાન પ્રમાણે રકમ મેળવી નામ જાહેર ન કર્યા હતા. એ કામ પોલીસે કર્યું છે. પોલીસે સીસીટીવી રજૂ કર્યા છે. કોઈને પણ આ કાંડમાં છોડવામાં નહીં આવે.

હર્ષ સંઘવીએ ડમી કાંડ મામલે આપ્યું નિવેદન!

ડમી કાંડ મામલે નવા નવા વળાંક આવી રહ્યા છે. ખંડણીને લઈ યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહ સહિત 6 જેટલા લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહના સાળાની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે રાજ્યના યુવાને જે માહિતી આપે અને પર પોલીસ કામગીરી કરે છે. તે જ રીતે યુવરાજસિંહે જે માહિતી આપી હતી તેની પર કાર્ય કરવામાં આવ્યું હતું પરંતુ, યુવરાજસિંહે તેમના પ્લાન પ્રમાણે રકમ મેળવી નામ જાહેર ન કર્યા હતા. કોઈને પણ આ કાંડમાં છોડવામાં નહીં આવે.



સી.આર.પાટીલે પણ આપી પ્રતિક્રિયા!

હર્ષ સંઘવી ઉપરાંત સી.આર.પાટીલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આજે આખા રાજ્ય અને દેશે જોયું છે કે જે વ્યક્તિ આવાં કૌભાંડો ખુલ્લાં પાડવાની વાત કરતો હતો તે પોતે પાંજરામાં પૂરાયો છે. નિર્દોષ લોકોને દબાવ્યા છે અને કેટલાક દોષીઓ પાસેથી પણ બચાવવાનો વાયદો કરીને ખૂબ મોટી રકમ લીધી છે, જેના વીડિયો અને અન્ય પુરાવા પોલીસે કબ્જે કર્યા છે. ગુનેગારો સાથે સંબંધ હોવાથી કાંડની માહિતી મેળવતો હતો. મને લાગે છે કે તપાસમાં તેમની સાથે જોડાયેલા અન્ય પણ ઘણા લોકોને પોલીસ શોધી કાઢશે અને તેમને યોગ્ય સજા આપશે"        

    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે