અંબાજી મંદિર પ્રસાદ મુદ્દે હર્ષ સંઘવીએ બોલાવી બેઠક, આજે લેવાઇ શકે છે મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-03-14 13:24:34

શક્તિપીઠ અંબાજીમાં શ્રધ્ધાળુંઓને આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ બંધ કરાવાનો વિવાદ વણસ્યો છે. અંબાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટે  અચાનક જ મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિકીનો પ્રસાદ શરૂ કરતા માઈ ભક્તોમાં ભારે રોષ છે. આ મુદ્દે રાજ્યની ભાજપ સરકાર પર પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હવે જ્યારે અંબાજી પ્રસાદ વિવાદ વકર્યો છે ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે બેઠક બોલાવી છે. જેમાં અંબાજીના પ્રસાદ અંગે મહત્ત્વનો નિર્ણય લેવાઇ શકે છે. 


બેઠકમાં થશે નિર્ણય


હર્ષ સંઘવીએ બોલાવેલી આ બેઠકમાં રાજ્ય સરકારના અન્ય એક મંત્રી ઋષિકેશ પટેલ મંદિર પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આ બેઠકમાં મોહનથાળનો પ્રસાદ ચાલું રાખવો કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જ અંબાજી પ્રસાદને લઈ વધુ એક નિવેદન આપ્યું હતુ. અગાઉના નિવેદનમાં ચિકીના વખાણ કરનાર ઋષિકેશ પટેલે નવું નિવેદન કરતા કહ્યું કે, ‘ચિક્કીનો પ્રસાદ કરવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો છે અને મંદિર જ એનો નિર્ણય લેશે.’ હવે જ્યારે આ મુદ્દે વિવાદ સતત વધી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે જ સમગ્ર મામલો પોતાના હાથમાં લીધો છે.


કોંગ્રેસ, VHP અને દાંતાના રાજવીએ પણ કર્યો વિરોધ


અંબાજી મંદિરમાં પ્રસાદ મુદ્દે અગાઉ વિશ્વ હિન્દુ પરિષદે પણ આંદોલનમાં આક્રમકતાથી ઝંપલાવ્યું છે. અંબાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરાણા યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દો વિધાનસભામા ઉઠાવ્યો હતો અને સામુહિક વોક આઉટ કર્યું હતું. જ્યારે દાંતાના રાજવી પરિવારે પણ આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે