શ્રીકૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ વિવાદ મામલે મથુરા કોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી


  • Published By :
  • Published Date : 2022-12-24 17:06:45

શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદને લઈ મથુરા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મથુરાના સિવિલ જજે શાહી ઈદગાહ મામલે સર્વે કરાવાનો આદેશ આપ્યો છે. આદેશ આપી 20 જાન્યુઆરી સુધીમાં ઈદગાહ વિવાદિત સ્થળ પરિસરનો સર્વેક્ષણ રિપોર્ટ કોર્ટને સોંપવાના છે.


12 જાન્યુઆરીએ હાથ ધરાશે સુનાવણી  

હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવેલી અપીલ પર આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.મથુરાના સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટે શાહી ઈદગાહના સર્વેનો આદેશ આપ્યો છે. વકીલ શૈલેષ દુબેએ જણાવ્યું હતું કે હિંદુ સેના તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પણ આ આદેશ કરવામાં આવ્યો છે. આ  રિપોર્ટ 20 જાન્યુઆરી સુધીમાં સબમિટ કરાવાનો છે. આ કેસની આગળની સુનાવણી 12 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. 


શું છે સમગ્ર મામલો ?

આ અરજી કોર્ટમાં એટલા માટે દાખલ કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે શ્રીકૃષ્ણ જન્મસ્થળની 13.37 એકર જમીન મુક્ત કરાવામાં આવે. આ અરજીને ધ્યાનમાં રાખી સિવિલ જજ સીનિયર ડિવિઝનની કોર્ટે હિન્દુ સેનાના દાવા પર શાહી ઈદગાહ મસ્જિદનો અમીન સર્વે કરાવવાનો આદેશ આપ્યો છે. અને આ રીપોર્ટ 20 જાન્યુઆરી સુધીમાં સબમીટ કરાવાનો રહેશે. અરજી દાખલ કરનારે એવો દાવો કર્યો હતો કે શ્રીકૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીન પર મંદિર તોડીને ઓરંગઝેબે ઈદગાહ તૈયાર કરાવી હતી.          




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે