દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં હાર્ટ એટેકથી 11 વર્ષના દુષ્યંતનું મોત, સવારે બાથરૂમમાં ફસડાઈ પડ્યો


  • Published By :
  • Published Date : 2023-09-12 19:39:01

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. સૌથી મોટી ચિંતાજનક બાબત તો એ છે કે યુવાનો અને તરૂણો પણ હાર્ટ એટેકની ઝપેટમાં આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડથી 3 કિલોમીટર દૂર બરડા ડુંગરની તળેટીમાં આવેલ વિજયપુર ગામમાં રહેતો 11 વર્ષનો દુષ્યંત ઘનશ્યામભાઈ પિપરોતરનું હાર્ટ એટેકથી મોત થતા અરેરાટી મચી ગઈ છે.  દુષ્યંત આજે વહેલી સવારે ઊંઘમાંથી ઉઠીને બાથરૂમ જવા ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે તે ત્યાં જ ફસડાઈને ઢળી પડ્યો હતો.


કિશોરના મોતથી અરેરાટી


આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાણવડથી 3 કિલોમીટર દૂર બરડા ડુંગરની તળેટીમાં આવેલ વિજયપુર ગામમાં રહેતો 11 વર્ષનો દુષ્યંત ઘનશ્યામભાઈ પિપરોતર આજે વહેલી સવારે ઊંઘમાંથી ઉઠીને બાથરૂમ જવા ગયો હતો. જ્યાંથી પરત ફરતી વખતે તે ત્યાં જ ફસડાઈને ઢળી પડ્યો હતો. આ બાબતની જાણ થતાં જ પરિવારજનો દુષ્યંતને ગંભીર હાલતમાં સારવાર અર્થે દવાખાને લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો.  મૃતક દુષ્યંત વિજયપુર ગામની સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો.  


પરિવાર શોકમગ્ન


11 વર્ષનો દુષ્યંત મોતને ભેટતા તેના માતા-પિતાના કરૂણ આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી.  બાળકના મોતના કારણે પરિવારમાં શોક વ્યાપી ગયો છે. લાડકવાયા દીકરાના મોતથી પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે