હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, મોરબીમાં એક શિક્ષક અને સુરતમાં સિક્યુરીટી ગાર્ડના મોતથી અરેરાટી


  • Published By :
  • Published Date : 2023-11-09 14:35:52

રાજ્યમાં હાર્ટ એટેકનો સિલસિલો વણથંભ્યો સતત ચાલી જ રહ્યો છે, ગુજરાતના વિવિધ ભાગોમાંથી હાર્ટ એટેકના સમાચાર દર બે-ત્રણ દિવસે સતત આવી જ રહ્યા છે. આજે પણ મોરબી અને સુરતમાંથી બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. મોરબીના નાની વાવડી ગામે એક શિક્ષક જ્યારે સુરતમાં સિક્યુરીટી ગાર્ડ હાર્ટ એટેકથી મોતને ભેટ્યા છે.


હાર્ટ એટેકથી અરેરાટી


દીપકભાઈ મોરબીના નાની વાવડી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં, તેમના નિધનથી પરિવાર શોકમગ્ન બન્યો છે. સુરતમાં પણ હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. સુરતમાં ચાની દુકાન સામે જ સિક્યુરિટી ગાર્ડને હાર્ટ એટેક આવતા મોત થયું છે. સુરતના વેસુ વિસ્તારમાં આ ઘટના બની છે. ચા પીતા પીતા તબીયત લથડી હતી. ત્યાર બાદ સિક્યુરિટી ગાર્ડ બેભાન થઈ ગયો હતો. ગાર્ડનું હાર્ટ એટેકથી મોત થયાનું માનવામાં આવી રહ્યું છે, જો કે પોસ્ટ મોર્ટમ બાદ જ ખરૂ કારણ સામે આવી શકશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે