આ તારીખો દરમિયાન જોવા મળશે મેઘમહેર! સાંભળો વરસાદને લઈ હવામાન વિભાગ, Paresh Goswami અને Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-08-18 16:59:29

ગુજરાતમાં જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે શરૂઆતના દિવસોમાં સારો વરસાદ વરસ્યો હતો. સિઝનનો અનેક ટકા વરસાદ વરસી ગયો હતો. પરંતુ ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં જ વરસાદે વિરામ લીધો છે. અનેક દિવસોથી વરસાદ નથી વરસી રહ્યો. ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાતે આગાહી કરી છે. વરસાદને કારણે અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની સપાટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. 


વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી છે આગાહી? 

એક સમય હતો જ્યારે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો પરંતુ હવે તો છુટાછવાયો વરસાદ જ વરસી રહ્યો છે. સારો વરસાદ થવાને કારણે ખેડૂતોમાં ખુશની લાગણી પ્રવર્તિ ઉઠી હતી. પરંતુ હવે તો વરસાદ જ નથી પડી રહ્યો. વરસાદ ન પડવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. પરંતુ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે ખેડૂતોને ખુશી આપે તેવી છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ આગામી 2-3 દિવસ વરસાદ વરસવાની સંભાવના છે. રાજ્યમાં હળવો છુટોછવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. આગાહી મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર  સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. રવિવાર માટે કરવામાં આવેલી આગાહી મુજબ વલસાડ, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદ વરસી શકે છે.


પરેશ ગોસ્વામીની આગાહી મુજબ આ જગ્યાઓ પર થશે મેઘમહેર  

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે. બંગાળમાં લો પ્રેશર સર્જાવવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામી શકે છે. લો પ્રેશર સર્જાવવાને કારણે ગુજરતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 18 તારીખ સુધી વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદ પડ્યો ન હતો પરંતુ હવે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જેને કારણે વરસાદ વરસી શકે છે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે. 19,20 તેમજ 21 ઓગસ્ટના રોજ વરસાદી માહોલ જામી શકે છે. આ તારીખો દરમિયાન છોટા ઉદેપુર, દાહોદ, ગોધરા તેમજ  મહિસાગરમાં વરસાદ ખાબકી શકે છે. તે સિવાય અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જામી શકે છે. 

આ તારીખો દરમિયાન થશે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી 

વરસાદને લઈ અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે.  અંબાલાલ પટેલની આગાહી મુજબ કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ વરસી શકે છે તો અમુક વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે. 21 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે તેની આગાહી કરવામાં આવી છે. 30 ઓગસ્ટ આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.  મહત્વનું છે કે વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. ત્યારે હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતોની આગાહી સાંભળી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે