અમદાવાદમાં ધોધમાર વરસાદની થઈ શરૂઆત, આ વિસ્તારોના વાતાવરણમાં આવ્યો પલટો!


  • Published By :
  • Published Date : 2023-05-26 19:03:32

કમોસમી વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. એસજી હાઈવે, બોડકદેવ, વેજલપુર, ચાંદખેડા સહિત અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. મહત્વનું છે કે 28 અને 29મે માટે વરસાદની આગાહી કરવામાં આવી હતી. પ્રહલાદનગર, સરખેજ, બોપાલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ ખાતે આઈપીએલની મેચ રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાવાની છે. ત્યારે આ વરસાદને કારણે મેચમાં વિધ્ન આવી શકે છે. આગામી ત્રણ કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.      

 

કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની કરાઈ આગાહી!

ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર તારીખ 28 મે  અને 29 મેના રોજ લોકસ કન્વેક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે. રાજકોટ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અમરેલી, બોટાદ, વડોદરા. ભરૂચના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. તે સિવાય માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે