ગુજરાતની સાથે સાથે પાકિસ્તાનમાં પણ બિપોરજોયનું સંકટ, ધોધમાર વરસાદે 28 લોકોનો લીધો ભોગ


  • Published By :
  • Published Date : 2023-06-11 19:28:18

1. જોહાનિસબર્ગમાં ભૂકંપનો આંચકો

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.. જોહાનિસબર્ગના ગાઉટેન્ગ પ્રાંતમાં રવિવારે પરોઢિયે અઢી વાગ્યાની આસપાસ ધરતી ધ્રુજી ઉઠી હતી.. મકાનોમાં ધ્રુજારીનો અનુભવ થતા લોકો બહાર દોડી આવ્યા હતા.. અને સોશિયલ મીડિયા પર ભૂકંપના વીડિયો પણ વાઇરલ થઇ રહ્યા છે.. 


2. બિપરજોયે પાકિસ્તાનમાં મચાવી તબાહી

બિપરજોય વાવાઝોડાની અસરને પગલે જેમ ગુજરાતમાં અલગ અલગ ભાગોમાં વરસાદ પડ્યો છે.. તેમ પાકિસ્તાનમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.. પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખ્વા અને પંજાબ પ્રાંતમાં ભારે પવન અને ધોધમાર વરસાદને કારણે અનેક મકાનો ધરાશાયી થયા હતા.. અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં 28 લોકોના મોત થઇ ચૂક્યા છે.. અને 140 લોકો ઇજાગ્રસ્ત થયા છે.. અનેક જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થવાને કારણે અંધારપટ સર્જાયો હતો.. શાહબાઝ સરકારે અધિકારીઓને રાહત કામગીરી સતત ચાલુ રાખવાના આદેશ આપ્યા છે.. 


3. બોરિસ જોન્સને સાંસદ પદેથી રાજીનામું આપ્યું

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને ઓચિંતા જ સાંસદપદેથી રાજીનામું આપી દીધું હતું.. બોરિસ જોન્સન સામે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન પીએમ ઓફિસમાં પાર્ટી કરવાનો આરોપ છે.. બ્રિટનમાં વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે લોકડાઉનની સ્થિતિમાં બોરિસ  જોન્સનના 56મા જન્મદિવસ નિમિત્તે તેમના પત્નીએ વાઇનપાર્ટીનું આયોજન કર્યું હતું..જેમા બ્રિટિશ પીએમ ઋષિ સુનક સહિત અનેક મોટા નેતાઓ  હાજર હતા.. બ્રિટનની સંસદમાં આ મામલો ખૂબ ગાજ્યો અને બોરિસ જોન્સનની આકરી ટીકા કરવામાં આવી..આ ઉપરાંત આ ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ તપાસ સમિતિએ સબમિટ કરેલા રિપોર્ટને કારણે બોરિસ જોન્સને સાંસદ પદેથી રાજીનામું આપી દીધું છે.. 


4. પ્લેન ક્રેશનો ભોગ બનેલા બાળકો જીવતા મળ્યા

અમેરિકામાં એક ચમત્કાર સમાન ઘટના બની છે..  એમેઝોનના જંગલોમાં પ્લેન ક્રેશ થયાના 40 દિવસ બાદ 4 બાળકો જીવતા મળી આવ્યા છે..  આ ચારેય બાળકો એક જ પરિવારના ભાઇબહેન છે.. પહેલી મેના રોજ અમેરિકામાં પ્લેન ક્રેશની ઘટના બની હતી જેમાં વિમાન ક્રેશ થઇને એમેઝોનના જંગલોમાં પડ્યું હતું.. આ દુર્ઘટનામાં પાયલટ સહિત 3 લોકોના મોત થયા છે.. આ બાળકોની માતાનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.. ઘટનામાં તમામ મૃતકોની માહિતી મળી ગઇ હતી પરંતુ 4 બાળકો લાપતા થયા હોવાની વિગતો મળી  હતી.. જે પછી અધિકારીઓએ રેસ્કયુ ઓપરેશન હાથ ધરતા 40 દિવસ પછી આ બાળકો જીવતા મળી આવ્યા


5. ટ્રમ્પ સામે 37 ગુના નોંધાયા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર કેટલીક ખાનગી માહિતી ધરાવતા ક્લાસિફાઇડ દસ્તાવેજો પોતાની સાથે લઇ જવાનો આરોપ  છે.. જેમાં તેમની સામે FBIએ 37 ગુના નોંધ્યા છે.. BBCના એક રિપોર્ટ અનુસાર 49 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.. જેમાં કહેવાયું છે કે ટ્રમ્પે કાગળિયા તેના બાથરૂમમાં, શાવર સ્પેસ, ઓફિસ,  સ્ટોર રૂમ સહિતની જગ્યાઓએ છુપાવ્યા હતા.. તો તેમના વકીલોને કહીને ટ્રમ્પે કેટલાક કાગળિયાનો બારોબાર નાશ પણ કરી દીધો હતો.. 


6. અમેરિકા પર જાસૂસી માટે ચીને કર્યો ક્યુબાનો ઉપયોગ

ચીન લેટિન અમેરિકાના દેશ ક્યુબામાં ઇન્ટેલિજન્સ બેઝ  બનાવવા જઇ રહ્યું છે.. અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.. કે ચીને ક્યુબાને કેટલાક અબજ ડોલરની મદદ કરી છે.. અને તેના બદલામાં ચીન ક્યુબામાં એક પ્રકારનું ગુપ્તચર સ્ટેશન ડેવલપ કરી રહ્યુ છે.. આ જે પ્રદેશ છે ક્યુબાનો તેના પર અમેરિકાના સૈન્ય મથકો આવેલા છે.. આ પ્રદેશ ફ્લોરિડા રાજ્યથી 160 કિમીના અંતરે આવેલું છે.. જો કે ક્યુબાના વિદેશમંત્રીએ આ અહેવાલોને નકારી દીધા છે.. તો બીજી તરફ વ્હાઇટ હાઉસના પ્રવક્ત જોન કિર્બીએ નિવેદન આપ્યું હતું કે અમેરિકાનું વહીવટીતંત્ર તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે.. અમેરિકા અને ક્યુબાના સંબંધો વર્ષ 1959થી બગડેલા છે.. અમેરિકા અને રશિયા વચ્ચેના શીતયુદ્ધ દરમિયાન ક્યુબા રશિયાનો સાથ આપ્યો હતો.રશિયાએ ક્યુબામાં પોતાના સૈન્ય મથકો પણ સ્થાપ્યા હતા.. હાલમાં ચીન અને અમેરિકા વચ્ચે તાઈવાન અને જાસૂસી બલૂનના કારણે વિવાદ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં જો ક્યુબામાં ઈન્ટેલિજન્સ સ્ટેશન બને તો બંને વચ્ચેના સંબંધોને વધુ બગડે તેવી શક્યતાઓ છે


7. આકરા તાપથી સૈનિકો થયા બેભાન

બ્રિટનમાં કિંગ ચાર્લ્સના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે ટ્રુપિંગ ધ કલર સેરેમની યોજાય છે.. આ સેરેમનીમાં એક પરેડનું આયોજન થાય છે.. પરેડના રિહર્સલ દરમિયાન કેટલાક બ્રિટિશ સૈનિકો આકરા તાપને કારણે બેભાન થઇ ગયા હતા.. 88 ડિગ્રી ફેરનહીટ તાપમાનમાં પરેડનું રિહર્સલ ચાલી રહ્યું હતું.. કિંગ ચાર્લ્સના પુત્ર પ્રિન્સ વિલિયમ પણ ત્યાં હાજર હતા અને તેમની સામે જ સૈનિકો ભીષણ ગરમીમાં વૂલન યુનિફોર્મ અને રીંછની ચામડીની બનેલી કેપ્સ પહેરીને પ્રેકટિસ કરી રહ્યા હતા..3 સૈનિકો બેભાન થયા બાદ પણ રિહર્સલ ત્યાં ચાલતું રહ્યું.. આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.. 


8. કેનેડામાં ધરણાં કરી રહેલા વિદ્યાર્થીઓને રાહત

કેનેડામાં એજન્ટની દગાખોરીનો ભોગ બનેલા ભારતીય વિદ્યાર્થીઓનો મામલો કેનેડાની સંસદમાં ચર્ચાયો હતો.. બ્રેમ્પટન, મિસીસૌગા સહિત કેનેડાનાં અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ ધરણાં-પ્રદર્શન કરી રહ્યા છે.. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તેમનો પક્ષ રજૂ કરવાની તક અપાશે.. અને પૂરી તપાસ ન થાય ત્યાં સુધી તેમને ભારત ડિપોર્ટ નહિ કરાય..


9. સાન ફ્રાન્સિસ્કોમાં અંધાધૂંધ ફાયરિંગ

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે.. સાન ફ્રાન્સિસ્કોના મિશન ડિસ્ટ્રીક્ટમાં એક પાર્ટી દરમિયાન ફાયરિંગ થયું હતું.. આ દુર્ઘટનામાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે.. આ ઉપરાંત કેન્સાસ સિટીમાં પણ મેકડોનાલ્ડ્સ રેસ્ટોરા પાસે ફાયરિંગની ઘટનામાં 2 લોકોના મોત થયા છે.. 


10. સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં પણ ફાયરિંગ

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં પણ ફાયરિંગની ઘટના બની છે.. જેમાં એક 15 વર્ષીય  છોકરાનું મોત થયું હતું..અને 2 લોકોને ઇજા થઇ છે. .આરોપી હુમલો કરીને ભાગી છુટ્યો હતો પરંતુ પોલીસે તેનો પીછો કરતા તે ઝડપાઇ ગયો હતો..  પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ  ધરી છે..



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?