રાજ્યના 104 તાલુકામાં કમોસમી વરસાદ, 17 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ, આગામી 3 કલાક ભારે પવન સાથે વરસાદની આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-04 15:04:00

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી કરી હતી. જેના પગલે આજે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના 104 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે, તેમાં પણ 17 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.


કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો?


રાજ્યના 104 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. તેમાં પણ ખેડા જિલ્લાના મહેમદાવાદમાં સૌથી વધુ  2.5 ઇંચ, લુણાવાડામાં 2 ઈંચ, નડિયાદમાં પોણા 2 ઈંચ, બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, મહુધામાં પોણા 2 ઈંચ, લાખણીમાં પોણા 2 ઈંચ, મોડાસામાં પોણા 2 ઈંચ, આણંદમાં 1.5 ઈંચ, જાંબુઘોડામાં 1.5 ઈંચ, પાટણમાં 1.5 ઈંચ, વિજાપુરમાં સવા ઈંચ, ગોધરામાં સવા ઈંચ, શહેરામાં સવા ઈંચ, દેસરમાં સવા ઈંચ, બાયડમાં સવા ઈંચ, કડીમાં સવા ઈંચ, કપડવંજમાં 1 ઈંચ, માણસામાં 1 ઈંચ, સરસ્વતીમાં 1 ઈંચ, અમદાવાદમાં એક ઈંચ, પેટલાદમાં 1 ઈંચ, મહેસાણામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત બહુચરાજી, ખેરાલું, ઊંઝા, વિસનગર,કડી, મહેસાણા શહેર ,વિજાપુર, બનાસકાંઠાના ધાનેરા, થરાદ, દિયોદર, કાંકરેજ અને દાંતીવાડા,અરવલ્લી જિલ્લામાં મોડાસા,શામળાજી, બાયડ તાલુકામાં પણ આજે સવારથી વરસાદે જોરદાર બેટિંગ કરી.


આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી 


હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ ફરી એકવાર તૂટી પડશે. ગુજરાતમાં જુદાજુદા જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. હળવાથી મધ્યમ વરસાદ (5-15 મીમી/કલાક) સાથે હળવા વાવાઝોડાની આગાહી છે. છોટાઉદેપુરે અને નર્મદામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે જ આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં 41-61 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. 


આ જિલ્લામાં ધોધમાર વરસાદીની આગાહી


હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે, જે મુજબ રાજ્યના આ જિલ્લા વરસાદ તુટી પડશે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, ડાંગ, તાપી સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે પવન -વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિમીની રહી શકે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે