હિમાચલમાં ભાજપનો કારમો પરાજય, કોંગ્રેસે 40 બેઠકો જીતી સત્તામાં વાપસી કરી


  • Published By :
  • Published Date : 2022-12-08 20:25:27

ભારતીય જનતા પાર્ટી માટે આજનો દિવસ કભી ખુશી કભી ગમ  જેવો હતો. પાર્ટીએ ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવી પણ હિમાચલ પ્રદેશમાં તેના સુપડા સાફ થઈ ગયા છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની 68 સીટો માટે યોજાયેલી ચૂંટણીમાં માત્ર કોંગ્રેસે જોરદાર એન્ટ્રી કરી છે. કોંગ્રેસે 40 બેઠકો જીતીને બહુમતી મેળવી લીધી છે. ભાજપને માત્ર 25 જ્યારે જ્યારે અન્યને ત્રણ સીટ મળી છે. હિમાચલ ચૂંટણીની રસપ્રદ બાબત એ છે કે ભાજપ સરકારના 11 માંથી 9 મંત્રીઓ હાર્યા છે.


હિમાચલ પ્રદેશમાં ભાજપ શા માટે હારી?


હિમાચલ પ્રદેશમાં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે. પાંચ વર્ષના સમયાંતરે ભાજપ અને કોંગ્રેસની સરકાર બનતી રહે છે. આ વખતે પણ તે જ જુની પરંપરાનું પુનરાવર્તન થયું છે. તે ઉપરાંત રાજ્ય સરકારના 2.25 લાખ કર્મચારીઓ તથા 1.90 લાખ પેન્સનર્સ પણ સરકારની નિતીઓથી નારાજ હતા. આ લોકો જુની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ કરતા હતા. કોંગ્રેસે ઓલ્ડ પેન્શન સ્કિમનો અમલ કરવાની ગેરન્ટી આપી હતી. વળી ચૂંટણી દરમિયાન મોંઘવારી અને બેરોજગારી પણ સળગતો મુદ્દો હતો લોકો આસમાને પહોંચેલી મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. હિમાચલ પ્રદેશના યુવાનોમાં સેનામાં  ભરતી થવાનું પહેલેથી આકર્ષણ રહ્યું છે પણ મોદી સરકારે અગ્નિવીર યોજના લાવતા યુવાનોમાં સરકાર પ્રત્યે રોષ હતો જેના કારણે ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં ફટકો પડ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે