Porbandar બાદ Morbiમાં બની Hit And Runની ઘટના, અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના થયા મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-22 10:31:16

વાહનચાલકો બેફામ બનીને ડ્રાઈવિંગ કરતા હોય તેનો વધુ એક પુરાવો આજે સામે આવ્યો છે. રાજ્યમાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં 3 જેટલા લોકોના મોત થયા છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મોરબીમાં બનેલી ઘટનામાં બાઈક અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. દહીસરા ગામ પાસે બાઈક અને ટ્રકની ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. એક્સિડન્ટ સર્જીને ઘટનાસ્થળ પરથી ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. જે અકસ્માત સર્જાયો છે તેમાં એક જ પરિવારના પાંચમાંથી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે અને તેમની સારવાર ચાલી રહી છે.    

 આ અકસ્માત સર્જનાર કારનો નંબર જીજે 25 જે 4303 છે. આ નંબર અને સીસીટીવીના આધારે પોરબંદર પોલીસ કારના ચાલક સુધી પહોંચી શકે છે.

 પોરબંદર: રાજ્યમાં ફરીથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પોરબંદરમાં કારચાલક નબીરા વધુ એક અકસ્માત સર્જયો હોવાનું અનુમાન છે. પોરબંદર શહેરમાં કર્લીના પુલ પર પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે ત્રણ ટુ વ્હીલરોને અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એક ટીઆરબી મહિલા જવાનનું મોત થયું છે. (અકસ્માત સર્જનાર કારની તસવીર)

પોરબંદરમાં ગાડીએ અનેક વાહનોને લીધા હતા અડફેટે

રોડ અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે અકસ્માત થાય છે તો કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેવાને કારણે અકસ્માત સર્જાય છે અને લોકો મોતને ભેટે છે. હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થયો છે. ગઈકાલે પોરબંદરમાં એક હિટ એન્ડ રનની ઘટના બની હતી એવું માનવામાં આવી રહ્યું છે કે કારચાલક નબીરો હતો અને નશાની હાલતમાં ધૂત હતો. અનેક વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માત કર્લીના પુલ પર પૂરપાટ ઝડપે દોડતી કારના ચાલકે ત્રણ ટુ વ્હીલરોને અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એક ટીઆરબી મહિલા જવાનનું મોત થયું છે. અકસ્માત સર્જીને કારચાલક ફરાર થઈ ગયો હતો, પોલીસે ઘટનાસ્થળ પર આવી વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત સર્જનારને શોધવાની તજવીજ હાથ ધરી હતી. 


મોરબી: હિટ એન્ડ રનમાં 3 લોકોના મોત, પરિવાર વિખેરાઇ ગયો | Sandesh

કાર અને બાઈકની ટક્કર થતા થયા ત્રણ લોકોના મોત 

પોરબંદરની ઘટનાને હજી અમુક કલાકો જ થયા છે ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના મોરબીમાં બની છે. હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના મોરબીના નાના દહીસરા ગામ પાસે બની છે જેમાં બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતને પગલે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમાં 2 વર્ષનું બાળક છે, પાંચ વર્ષની બાળકી છે અને તેમના પિતા છે. તો માતા અને બીજી પુત્રીની સારવાર ચાલી રહી છે. પરિવારના ત્રણ સભ્યોના અકાળે મોત થતા દુખની લાગણી પ્રવર્તિ ઉઠી છે. પોલીસે આ ઘટનામાં ગુન્હો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. 



ક્યાં સુધી બનતી રહેશે આવી ઘટના?

મહત્વનું છે કે આવી ઘટનાઓ ઘટવાને બદલે સતત વધી રહી છે. અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં કોઈ બીજાની ભૂલને કારણે ભોગવવાનો વારો બીજાને આવે છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા હશે. બેફામ રીતે વાહનચલાવનાર લોકો વિરૂદ્ધ કડક પગલા ક્યારે લેવામાં આવશે તે એક પ્રશ્ન છે? ક્યાં સુધી ઓવરસ્પીડિંગને કારણે આવા અકસ્માત સર્જાતા રહેશે? બેફામ રીતે વાહન ચલાવતા લોકોએ સમજવું પડશે કે આ રસ્તો તેમના બાપનો બગીચો નથી કે મન ફાવે તેમ વાહન ચલાવે...     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે