ઉત્તરપ્રદેશના બાંદામાં બની ખૌફનાક ઘટના, ડમ્પર સાથે 3 કિલોમીટર મહિલા ઘસેડાઈ, આગમાં બળીને ખાખ થયો મૃતદેહ


  • Published By :
  • Published Date : 2023-01-05 10:01:05

દિલ્હીમાં કંઝાવાલામાં થયેલી દર્દનાદ ઘટના જેવી જ એક બીજી ઘટના ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં બની છે. આ ઘટનામાં પણ અકસ્માત થયા બાદ ડમ્પરની નીચે મહિલા કચડાઈ ગઈ હતી. ડમ્પરમાં ફસાયૂલું સ્કૂટી અનેક કિલોમીટર સુધી ઘસાડી ગયું જેને કારણે સ્કૂટી, ડમ્પર અને મહિલાનો મૃતદેહમાં આગ લાગી. આ ઘટનાને કારણે લોકોનો રૂવાંટા ઊભા થઈ ગયા છે.

  

ડમ્પર સાથે અકસ્માત થતા બની દુર્ઘટના 

નવા વર્ષે રાજધાની દિલ્હીમાં જે ઘટના બની તેની ચર્ચાઓ અને તપાસ હાલ ચાલી રહી છે. ત્યારે દિલને કંપાવી દે તેવી ઘટના ઉત્તરપ્રદેશમાં બની છે. આ ઘટનામાં પણ ડમ્પરની સાથે મહિલા અને તેનું સ્કૂટી અનેક કિલોમીટર સુધી ખેંચાતા ગયા. જે બાદ ડમ્પરમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. 


મહિલા, સ્કૂટી અને ડમ્પરમાં લાગી આગ 

અઠવાડિયામાં આવી બીજી ઘટના છે જેમાં અકસ્માત થયા બાદ ઘસેડાઈ જાય છે. અંજલીના કેસમાં પણ તે અનેક કિલોમીચર સુધી ખેંચાઈ હતી ત્યારે આ ઘટનામાં પણ આવી જ વસ્તુ બની. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મહિલા કૃષિ વિશ્વવિદ્યાલયની કનિષ્ઠ બાબૂ પુષ્પા સિંહ હતા.  અકસ્માત સર્જાયા બાદ સ્કૂટી ડમ્પરમાં ફસાઈ ગઈ. અને ડમ્પરમાં ફસાયેલું સ્કૂટી 3 કિલોમીટર સુધી ઘસેડાયું અને તે બાદ આગ લાગી હતી. ડમ્પર અને સ્કૂટી સળગતા મૃતદેહ પણ સળગી ગયો હતો. અકસ્માત થવાને કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે