હજી તો ચૂંટણી આવતા સુધી ગોપાલ ઇટાલિયાના કેટલા વિડિયો વાઇરલ થશે ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 18:58:57


વિધાનસભા ચૂંટણી પેહલા ફરી ગોપાલ ઇટાલિયા વિવાદમાં આવ્યા છે આમ આદમી પાર્ટી અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો બીજો એક વિડિયો ભાજપના મીડિયા સેલ કન્વિનયર યજ્ઞેશ દવેએ ફરી એક વિડિયો ટ્વીટ કર્યો છે ....


શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ નવા વિડિયોમાં ..


ફરી એક વિડિયો વાઇરલ થયો છે જેમાં ગોપાલ ઇટાલિયા કહે છે "મારી બેહનો અને દિકરીયો કથા- ભજનમાં નાચવાથી કઈ નહીં થાય આ શોષણ છે જો વિકાસ જોઈતો હોય તો આ વાંચો "  અને હવે બીજો આ વિડિયો છે જે વાઇરલ થયો છે પેહલા પણ એક વિડિયો વાઇરલ થયો હતો .... 



પેહલો કયો વીડિયો વાઈરલ થયો હતો?


વાયરલ થયેલા વીડિયોમાં ગોપાલ ઈટાલિયા એવું કહેતા દેખાય છે કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'નીચ' વ્યક્તિ છે. હું પુષ્ટિ નથી કરી શકતો, પરંતુ હું તમને પૂછવા માગું છું કે શું દેશના કોઈપણ પૂર્વ વડાપ્રધાને આવી રીતે મત આપવાની નોટંકી કરી છે? આ 'નીચ' પ્રકારની વ્યક્તિ અહીં રોડ શો કરી રહી છે અને દેખાડી રહ્યા છે કે તેઓ દેશને કેવી રીતે 'સી' બનાવી રહ્યા છે. મારા કહેવાનો અર્થ તમે સમજી શકો છો. તેઓ ડિજિટલ ઈન્ડિયાની વાતો કરે છે અને મત આપવા દિલ્હીથી ગુજરાત આવે છે."




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે