ગાંધીનગરમાં કાયમી શિક્ષકની માગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોનો હલ્લાબોલ, CM અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે સચિવાલય પહોંચ્યા પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-06-19 15:47:50

ગઈકાલે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ કાયમી શિક્ષકની ભરતીની માગ સાથે આંદોલન કર્યું હતું.  ટેટ ટાટ પાસ ઉમેદવારોની માગ હતી કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે, સરકાર સુધી તેમની માગ, રજૂઆત પહોંચે તે માટે અનેક વખત પ્રયત્નો કર્યા. કરાર આધારિત ભરતીનો ટેટ ટાટ પાસ ઉમેદવાર વિરોધ કરી રહ્યા છે. ગઈકાલે પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થયું હતું અને તે બાદ પોલીસે અટકાયત કરી લીધી હતી. ત્યારે આજે મુખ્યમંત્રી તેમજ શિક્ષણમંત્રીને રજૂઆત કરવા માટે સ્વર્ણિમ સંકૂલ ટેટ ટાટ પાસ ઉમેદવારો પહોંચ્યા હતા. 

મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને કરી રજૂઆત!  

ગુજરાતમાં અનેક શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકના આધારે શળા ચાલે છે. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે જેને લઈ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. ગઈકાલે ગાંધીનગર ખાતે પોતાની માગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો આવ્યા હતા, આંદોલન કરવા માટે બેઠા હતા પરંતુ તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી. પોલીસ સાથે થયેલા ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. રાત્રે ઉમેદવારો ગાંધીનગરમાં જ રોકાયા હતા. 




રાત્રે પણ ઉમેદવારો હતા ગાંધીનગરમાં 

ગઈકાલે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવાર આંદોલન કરવા માટે આવ્યા હતા. રસ્તા પર બેસી તેમણે આંદોલન કર્યું હતું. વિરોધ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી લીધી. પોલીસ સ્ટેશનમાંથી જ્યારે તેઓ છુટ્યા તે બાદ તેમણે મોડી રાત્રે ગાંધીનગરમાં ફરી એક વખત ધરણા કરવા બેસી ગયા હતા. યુવરાજસિંહ પણ તેમની સાથે રાત્રે હાજર હતા. આંદોલન કરવા માટે આવેલા ઉમેદવારો સાથે જમાવટની ટીમે વાત કરી હતી. ત્યારે આજે  ઉમેદવારો મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે સચિવાલય પહોંચ્યા છે. એવી માહિતી સામે આવી છે કે અનેક ઉમેદવારોની પોલીસે અટકાયત કરી લીધી છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે