12 વાગ્યા પછી જો ગરબા ચાલશે અને કોઈની ફરિયાદ આવશે તો પોલીસે કરવી પડશે કાર્યવાહી, હાઈકોર્ટનો આદેશ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-18 16:25:19

ગુજરાતમાં આમ તો દરેક તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. અને નવરાત્રીની ઉજવણી થતી હોય ત્યારે તો વાત જ અલગ હોય છે. ગઈકાલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબાને લઈ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. પોલીસ 12 વાગ્યે આવીને ગરબા બંધ નહીં કરાવે તેવી જાહેરાત કરાતા ખેલૈયાઓમાં આનંદની લાગણી પ્રવર્તિ ઉઠી હતી. આ જાહેરાત થયાના બીજા દિવસે જ આ મામલે હાઈકોર્ટ પહોંચ્યો હતો. 12 વાગ્યા બાદ ગરબા ચાલુ રાખવા મુદ્દે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ મુદ્દે હાઈકોર્ટે કહ્યું કે કોઈ ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.  પોલીસને અગાઉના હૂકમનું પાલન કરવાની જવાબદારી છે. જો કોઈ પણ પ્રકારની ફરિયાદ થશે તો રાત્રે 12 વાગ્યા બાદ સ્પીકર પર ગરબા નહીં ચલાવી લેવાય. 

gujarat highcourt to consider pil of gujarati language in court proceedings  - ગુજરાત હાઇકોર્ટ કોર્ટની કાર્યવાહીમાં ગુજરાતી ભાષાના ઉપયોગ મુદ્દે આપશે  ચુકાદો – News18 Gujarati

12 વાગ્યા બાદ પણ ખેલૈયાઓ રમી શકે છે ગરબા - હર્ષ સંઘવી 

નવરાત્રીના નવ દિવસો દરમિયાન ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે. ગરબાને લઈ અનેરો ઉત્સાહ ગરબા ચાહકોમાં જોવા મળતો હોય છે. ગુજરાતમાં પહેલા બાર વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપવામાં આવતી હતી. 12 વાગ્યે પોલીસ ગરબા બંધ કરાવવા આવી જતી હતી. પરંતુ ખેલૈયાઓમાં આનંદમાં, ખેલૈયાઓના ઉત્સાહમાં ત્યારે વધારો થયો જ્યારે હર્ષ સંઘવીએ મૌખિક રીતે જાહેરાત કરી હતી કે 12 વાગે પોલીસ ગરબા બંધ કરાવવા નહીં આવે. સરકારે પોલીસને નવરાત્રી મહોત્સવ હળવાશથી લેવા તેમજ કાયદાના ડંડા નહીં પછાડવા કહ્યું છે. આ મુદ્દે હવે હાઈકોર્ટે મોડી રાત સુધી ગરબા રમવા મુદ્દે સ્પષ્ટ સૂચના આપી દીધી છે.     

નવરાત્રિ 2019: આ 5 જગ્યાના ગરબા છે સૌથી ફેમસ

harsh sanghvi pc on drugs network - હર્ષ સંઘવીની ડ્રગ્સ મામલે પ્રેસ  કોન્ફરન્સ – News18 Gujarati

જો કોઈ ફરિયાદ થશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે - હાઈકોર્ટ    

ગરબા દરમિયાન લાઉડ સ્પીકર વગાડવામાં આવતું હોય છે જેને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ત્યારે હર્ષ સંઘવીની જાહેરાત બાદ સ્થાનિકો હાઈકોર્ટ પહોંચ્યા છે. હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે કોઈ નાગરિક 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરની ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.