હાર્દિક પટેલ જો MLA બનશે તો પોતાનો પગાર વાપરશે કયા કામમાં !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-11 19:01:24

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે  ત્યારે ભાજપએ પોતાના 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં વિરમગામ બેઠક પરથી ભાજપે કોંગ્રેસમાંથી છેડો ફાડી અને ભાજપનો ખેસ ધારણ કરનાર હાર્દિક પટેલને મેદાને ઉતાર્યા છે. ત્યારે હાર્દિક પટેલે મહત્વની જાહેર કરી છે.હાર્દિક પટેલે વિધાનસભાની ચૂંટણી જીતશે તો પોતાનો ધારાસભ્ય તરીકેનો પગાર સેવા કાર્યમાં વાપરવાનો નિર્ણય કર્યો છે.  આ અંગેની જાહેરાત તેમણે સોશિયલ મીડિયા મારફતે કરી છે.


શું લખ્યું પોસ્ટમાં ?


હાર્દિક પટેલે પોતાની ફેસબૂક પોસ્ટમાં લખ્યું છે કે , હું હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીના 39- વિરમગામ વિધાનસભાના ઉમેદવાર તરીકે વચન આપું છું કે વિરમગામ4 મંડળ અને દેત્રોજની જનતા મને આશીર્વાદ આપીને જિતડશે તે બાદ ધારાસભ્ય તરીકે આવતો તમામ પાર વિરમગામ, મંડળ અને દેત્રોજની પાંજરાપોળ, ટ્રસ્ટ સંચાલિત મહિલા છાત્રાલયો, શિક્ષણ અને સામાજિક સેવા પાછળ ખર્ચ કરીશ.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે