જો આ તારીખો બાદ વરસાદ આવશે તો ખેડૂતોને નુકસાન થશે! Ambalal Patelએ જણાવ્યું કે આ મહિને જો વરસાદ પડશે તો...! સાંભળો તેમની આગાહી


  • Published By :
  • Published Date : 2023-09-08 09:54:21

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. મેઘરાજાની સવારી આવતા ખેડૂતોના ચહેરા પર છવાયેલું ટેન્શન થોડુક ઓછું થયું છે. ખેતી વરસાદ પર આધારીત રહેલી હોય છે, અને ખેતી પર આખા ભારતનું અર્થતંત્ર નિર્ભર હોય છે. સારો વરસાદ થાય તો ખેડૂતોને નફો થાય અને જો સારો વરસાદ ન થાય તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન વરસાદ કેવો રહેશે તેની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 

આગામી દિવસોમાં વધી શકે છે ગરમીનું પ્રમાણ

સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે વરસાદ વરસે તે બાદ ગરમી ઓછી થઈ જશે. વાતાવરણમાં ઠંડક વ્યાપી ઉઠશે પરંતુ જે આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તે થોડી અલગ છે. આગામી દિવસોમાં ગરમી વધારે પડવાની છે. હાલ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, અને આ જ ગરમીને કારણે  વરસાદ આવી રહ્યો છે તેવું અંબાલાલ પટેલનું માનવું છે. ગરમી થવાને કારણે લો પ્રેશર સર્જાય છે અને વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે. 


20 તારીખ સુધી વરસાદી માહોલ યથવાત રહેશે!

વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ બની રહી છે. જેને કારણે વરસાદ આવવાની સંભાવના રહેલી છે. 16થી 20 તારીખ દરમિયાન તો સિસ્ટમ સક્રિય થવાની છે પરંતુ 20 તારીખ બાદ પણ વરસાદી સિસ્ટમ બની રહી છે. આવનાર દિવસોમાં જબરદસ્ત ગરમી પડશે જેને કારણે અનેક લો પ્રેશર બનશે. વધુમાં તેમણે જણાવ્યું કે 8 સપ્ટેમ્બર થી 12 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં, અનેક ભાગોમાં વરસાદ થશે. 


આ જગ્યાઓ પર થશે ભારેથી અતિભારે વરસાદ 

અંબાલાલ કાકાની આગાહી મુજબ 12 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી સંભાવના છે. બનાસકાંઠાના અનેક ભાગોમાં વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થશે. 12 તારીખ સુધી વરસાદ તો યથાવત રહેશે પરંતુ દક્ષિણ ગુજરાતના  ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં તો અતિભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાક ભાગો એવા છે જ્યાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે. મહત્વનું છે કે અંબાલાલ કાકાની આગાહીને સાચી માનવામાં આવે છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે