જો લોકો કહેશે તો હું કેસ છોડી દઈશ પણ પછી શું? જાણો કોર્ટ રૂમની બહાર શું કહ્યું તથ્યના વકીલે?


  • Published By :
  • Published Date : 2023-07-22 15:18:21

અમદાવાદમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના અંગે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે. તથ્ય પટેલની ગાડીથી અકસ્માત સર્જાયો હતો જેને લઈ ત્યાં હાજર લોકોએ તેને માર માર્યો હતો. એક્સિડન્ટ મુદ્દે જ્યારે પિતાને જાણ થઈ ત્યારે તે ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા અને તથ્યને પોતાની સાથે લઈ ગયા. બીજા દિવસે પ્રજ્ઞેશ પટેલ તેમજ તેના વકીલની પ્રતિક્રિયા સામે આવી હતી. જે રીતના તર્ક પિતા તેમજ વકીલ આપી રહ્યા હતા તે એકદમ નિંદનીય હતું. કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવે તે પહેલા જ તથ્યને પિતાએ અને વકીલ નિશાર વૈદ્યે તેને નિર્દોષ જાહેર કરી દીધા હતા. લોકોમાં પિતા પ્રત્યે તેમજ વકીલ પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. વકીલની ટીકાઓ તેમજ ટ્રોલીંગ શરૂ થઈ ગયું હતું.

કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા પિતા-પુત્રને 

તમને યાદ હશે નકલી પીએમઓ બની લોકો તેમજ અધિકારીઓને મુર્ખ બનાવનાર કિરણ પટેલની કહાની વિશે. પીએમઓ અધિકારી બની લોકોને જે રીતના મુર્ખ બનાવ્યા તે કેસ જેણે લડ્યો હતો તે જ વકીલ તથ્ય પટેલનો કેસ લડી રહ્યા છે. ગઈકાલે કોર્ટ સમક્ષ તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલને રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે પોતાનો નિર્ણય પણ સંભળાવી દીધો છે. તપાસ દરમિયાન અનેક વસ્તુઓ બહાર આવી શકે છે. 


કેસને લઈ તથ્ય પટેલના વકીલે કહી આ વાત

આ બધા વચ્ચે મુખ્યત્વે દરેક જગ્યાએ વકીલ દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ ચર્ચાઓ થઈ રહી હતી. કોર્ટ સમક્ષ અનેક તર્ક વિતર્ક રજૂ કર્યા હતા ઓછી રિમાન્ડ આપવામાં આવે તેવી રજૂઆત તથ્યના વકીલ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ કોર્ટની બહાર આવીને જે નિવેદન વકીલ વૈદ્યએ આપ્યું હતું તે એકદમ ચોકાંવનારૂં હતું. નિવેદનમાં તેમણે કહ્યું કે બધાએ તેમને નિર્દય માણસની જેમ ચીતર્યો છે પરંતુ હું નિર્દયી નથી. તમે બધા મને કહેતા હોઉ, મારા ભારતની પ્રજા એવું કહેશે કે હું તથ્યનો કેસ છોડી દઈશ, તો હું છોડી દઈશ. મારી જગ્યાએ બીજો કોઈ વકીલ આવશે. જે કામ હું કરી રહ્યો છું તે કામ તે કરશે. જો કોઈનું દિલ દુખાયું હોય તો હું તેમની માફી માગું છું..    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે